હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. આગામી 7 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ગુજરાતના દરેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 8 અને 9 ઓગસ્ટના રોજ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 8 ઓગસ્ટે ડાંગ, વલસાડ, નવસારી, દમણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 9 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
આગામી 2 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવ્યો છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.