સંભવિત વાવાઝોડાને લઇ એક્શનમાં તંત્ર, સૌરાષ્ટ્રના તમામ બંદરો પર લગાવાયું 1 નંબરનું ભયસૂચક સિગ્નલ, જુઓ Video

સંભવિત વાવાઝોડાને લઇ એક્શનમાં તંત્ર, સૌરાષ્ટ્રના તમામ બંદરો પર લગાવાયું 1 નંબરનું ભયસૂચક સિગ્નલ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 06, 2023 | 7:35 PM

ગુજરાતમાં સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થયું છે. વેરાવળ બંદર પર ભય સૂચક સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડાના પગલે એક નંબરનું સિગ્નલ લગાવવા સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે.

Gir Somnath: વાવાઝોડાની અસરને પગલે હાલ સૌરાષ્ટ્રના બંદરો પર ભયસૂચક સિગ્નલ મુક્યા છે. વેરાવળ, જાફરાબાદ બંદરો પર પણ ભયસૂચક સિગ્નલ મુકાયા છે. સંભવિત વાવાઝોડાના સંકટને પગલે ચેતવણીરૂપ સિગ્નલ મુકાયા છે. માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવાઈ છે. દરિયો તોફાની બને તેવી શક્યતા પણ જોવાઈ રહી છે. જોકે અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલા વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ થયું છે.

આ પણ વાંચો : પાલડી વિસ્તારમાં કપિરાજની ટોળકીએ મચાવ્યો આતંક, કેટલાય લોકો ઇજાગ્રસ્ત, જુઓ Video

સંભવિત વાવાઝોડાના સંકટને જોતા તંત્ર એલર્ટ પર છે. ત્યારે સૌરાષ્ટ્રના બંદરો પર ભયસૂચક સિગ્નલ મુકાયા છે. દરિયો તોફાની બને તેવી શક્યતા છે. જેથી માછીમારોને દરિયોન ખેડવાની સૂચના અપાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારો પર વાવાઝોડાની અસર વધુ હોઈ શકે છે. પવનની ઝડપ પણ વધી શકે છે જેને કારણે દરિયો તોફાની બને તેવી ભીતી સેવાઈ રહી છે. આ સ્થિતિમાં બંદરો પર સમયે સમયે ભયસૂચક સિગ્નલ મુકી સ્થાનિક લોકો અને માછીમારોને એલર્ટ કરાયા છે.

ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો