મહેરબાની કરીને અમને સલાહ ન આપો, અમને સલાહની નહીં સાથની જરૂર છે: આરપી પટેલ

|

Mar 27, 2024 | 10:00 AM

આર.પી.પટેલે સમાજના નામે ઝેર ફેલવતા લોકો પર નિશાન તાક્યું અને આડે હાથ લીધા. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ આર.પી.પટેલના સૂરમાં સૂર પુરાવ્યો. નીતિન પટેલે એક ડગલુ આગળ વધતા પોતાનો અનુભવ વાગોળ્યો. અને તેઓ જ્યારે સરકારમાં હતા ત્યારે પણ આવા લોકો દૂનિયાભરની સલાહ આપતા હોવાની વાત કરી.

મહેરબાની કરીને અમને સલાહ ન આપો, અમને સલાહની નહીં સાથની જરૂર છે. નામ લીધા વગર સમાજના કેટલાક લોકો પર આ નિશાન તાક્યું છે પાટીદાર અગ્રણી આર.પી.પટેલે. મહેસાણામાં વિશ્વ ઉમિયાધામ આયોજીત ધાર્મિક કાર્યક્રમ યોજાયો. પાટીદાર સમાજ દ્વારા આયોજીત કાર્યક્રમમાં સામાજીક અગ્રણીઓએ હાજરી આપી. આ કાર્યક્રમના મંચ પરથી આર.પી.પટેલે સમાજના નામે ઝેર ફેલવતા લોકો પર નિશાન તાક્યું અને આડે હાથ લીધા.

આ પણ વાંચો:  સાબરકાંઠા બેઠક પર ભાજપે ગુજરાતી શાળાના શિક્ષિકા શોભનાબા બારૈયાને ઉતાર્યા મેદાને, જાણો

તો પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ આર.પી.પટેલના સૂરમાં સૂર પુરાવ્યો. નીતિન પટેલે એક ડગલુ આગળ વધતા પોતાનો અનુભવ વાગોળ્યો. અને તેઓ જ્યારે સરકારમાં હતા ત્યારે પણ આવા લોકો દૂનિયાભરની સલાહ આપતા હોવાની વાત કરી. નીતિન પટેલે રમૂજ સ્વરે આરોપ લગાવ્યો કે, ઘરે પોતાની પત્ની પાણીનો ગ્લાસ પણ ન આપતી હોય તેવા લોકો સલાહ આપે તે યોગ્ય નથી. સલાહ આપનરાઓએ પોતાની ક્ષમતા ચકાસવી જોઇએ. જોકે અહીં સૌથી મોટો સવાલ એ છે કે આર.પી.પટેલ અને નીતિન પટેલે કોના પર નિશાન તાક્યું. કોણ છે એ પાટીદાર સમાજના લોકો જે પાટીદાર અગ્રણીઓને સલાહ આપે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 9:59 am, Wed, 27 March 24

Next Video