ભાવનગરઃ સામાન્ય તકરારમાં લીમડીવાળા રોડ પર થયો પથ્થરમારો, જુઓ વીડિયો

ભાવનગરઃ સામાન્ય તકરારમાં લીમડીવાળા રોડ પર થયો પથ્થરમારો, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 15, 2023 | 3:27 PM

ભાવનગરના લીમડીવાળી રોડ પર ગઇકાલે મોડી રાત્રે બે જુથ વચ્ચે સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો. આ તકરારમાં સામ-સામે પથ્થરમારો પણ થયો હતો. જેમાં એક કારને ભારે નુકસાન પહોંચ્યુ છે. સોડા બોટલથી પણ સામે સામે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ છે.

ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી જુથ અથડામણ, મારામારી, હત્યા, ચોરી, લૂંટ જેવી ઘટનાઓ જાણે સામાન્ય બની ગઇ છે. ગુનેગારોને પોલીસનો જાણે કોઇ ડર જ ન રહ્યો હોય તેવુ જોવા મળી રહ્યુ છે. ત્યારે હવે ભાવનગરના લીમડીવાળી રોડ પર સામાન્ય તકરારમાં પથ્થરમારો થવાની ઘટના સામે આવી છે.

ભાવનગરના લીમડીવાળી રોડ પર ગઇકાલે મોડી રાત્રે બે જુથ વચ્ચે સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો.આ તકરારમાં સામ-સામે પથ્થરમારો પણ થયો હતો. જેમાં એક કારને ભારે નુકસાન પહોંચ્યુ છે. સોડા બોટલથી પણ સામે સામે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનામાં કોઇ મોટી ઇજાના સમાચાર સામે આવ્યા નથી. જો કે ઘટનાની જાણ થતા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો.

આ પણ વાંચો-  સુરત : ફટાકડા ફોડી રહેલા 7 વર્ષના બાળક પર ચાલકે ચઢાવી દીધી કાર, જુઓ વીડિયો

પોલીસ દ્વારા આસપાસના સ્થળે તપાસ કરતા સ્થળ પાસેથી ઘાતક હથિયાર પણ મળી આવ્યા હતા. હજુ સુધી આ તકરાર કયા કારણોસર અને કોની વચ્ચે થઇ તે અંગે કોઇ માહિતી બહાર નથી આવી. આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો