Navsari: ધોરણ 12ના વિદ્યાર્થીનું પરીક્ષા પહેલા હાર્ટ એટેકથી મોત ,પરિવારે મૃતક વિદ્યાર્થીની આંખોનું કર્યું દાન

author
| Edited By: | Updated on: Mar 30, 2022 | 7:53 AM

ઘટનાની જાણ થતાં નવસારી કલેક્ટર અને ડીડીઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. વિદ્યાર્થીનું મોત થતા તેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. આમ છતા વિદ્યાર્થીના પરિવારે વિદ્યાર્થીની આંખોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.

28 માર્ચથી ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ (Board exam) શરૂ થઈ રહી છે. કોરોનાના બે વર્ષ બાદ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે. જોકે નવસારીમાં (Navsari) ધોરણ 12ની પરીક્ષા આપવા જતા પહેલા જ એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યુ છે. ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપવા જતા પહેલા વિધાર્થીની તબિયત લથડી હતી. જે બાદ તેને સારવાર અર્થે નવસારીની શ્રદ્ધા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યુ હતુ.

નવસારીની વિદ્યાકુંજ શાળામાં અભ્યાસ કરતો ધોરણ 12 કોમર્સનો વિદ્યાર્થી અગ્રવાલ સ્કૂલમાં પરીક્ષા આપવા જવા માટે તૈયારી કરી રહ્યો હતો. પરીક્ષા આપવા જવાના થોડીવાર પહેલા જ તેને ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવતા તેને તાત્કાલિક નજીકની શ્રદ્ધા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં નવસારી કલેક્ટર અને ડીડીઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. વિદ્યાર્થીનું મોત થતા તેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. આમ છતા વિદ્યાર્થીના પરિવારે વિદ્યાર્થીની આંખોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.

Std 12 student dies due to heart attack ahead of board exam in Navsari | TV9News

મહત્વનું છે કે પરીક્ષાના પ્રથમ દિવસે પણ અમદાવાદમાં આવો જ એક કિસ્સો બન્યો હતો. અમદાવાદના રખિયાલમાં આવેલી સી.એલ.સ્કૂલમાં ધોરણ-12ના કોમર્સના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.

આ પણ વાંચો-

Ahmedabad: શિવાનીએ વેઇટ પાવર લિફ્ટિંગમાં દેખાડ્યો દમ, 120 કિલો ડેડ લિફ્ટિંગમાં જીત મેળવી ‘ગોલ્ડન ગર્લ’ બની

આ પણ વાંચો-

હીટવેવની આગાહી વચ્ચે ભાવનગરમાં રોગચાળાનો ભરડો, એક સપ્તાહમાં ઝાડા- ઉલ્ટી સહિતના 251 કેસ નોંધાયા