VADODARA : મામલતદાર કચેરીમાં મહેસૂલ પ્રધાને અચાનક મુલાકાત લઇ 11થી 12 કરોડ રૂપિયાની જંત્રી વિસંગતતા પકડી પાડી

|

Dec 24, 2021 | 5:25 PM

આ અગાઉ 9 ડિસેમ્બરના રોજ તેમણે ગાંધીનગર જિલ્લાના દહેગામ મામલતદાર કચેરીની ઓચિતી મુલાકાત લેતા કર્મચારીમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

VADODARA : વડોદરા મામલતદાર કચેરીએ મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ અચાનક મુલાકાત લીધી.જેમાં 4 દસ્તાવેજોમાં ઓછી જંત્રી લેવામાં આવી હોવાનું સામે આવ્યું હતું..રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જામ્બુઆ, તાંદળજા અને તરસાલીની જંત્રીમાં વિસંગતતા જોવા મળી હતી.3500 રૂપિયાને બદલે 2500 રૂપિયાની જંત્રી લેવામાં આવી હતી. જેના પગલે 11થી 12 કરોડ રૂપિયાનું નુકસાન સરકારી તિજોરીને પહોંચ્યું છે. આ સમગ્ર કેસની તપાસ ગંભીરતાથી કરવાનું પણ જણાવ્યું હતું અને સાથે જ 6 વર્ષના રેકોર્ડ તપાસવાની પણ સૂચના આપી હતી.

આ મુલાકાત દરમીયાન રાજેન્દ્ર ત્રિવેદીએ એક મહિલાની પણ મદદ કરી.મહિલા છેલ્લાં કેટલાય દિવસથી આવકના દાખલા માટે ઘક્કા ખાઇ રહી હતી. મહિલાની પરિસ્થિતિ ખૂબ જ સામાન્ય હતી અને ભાડાના પણ તેની પાસે પૈસા ન હતા.. ત્યારે આ મહિલાએ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ પોતાની વાત રજૂ કરી અને રાજેન્દ્ર ત્રિવેદીએ મહિલાને કામ થઇ જવાની બાહેધરી આપી. સાથે જ તેમણે મહિલાને ભાડાના 50 રૂપિયા આપીને પણ મદદ કરી.

આ અગાઉ 9 ડિસેમ્બરના રોજ તેમણે ગાંધીનગર જિલ્લાના દહેગામ મામલતદાર કચેરીની ઓચિતી મુલાકાત લેતા કર્મચારીમાં ફફડાટ વ્યાપી ગયો હતો.આ સરપ્રાઇઝ મુલાકાતમાં અનેક કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી.રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે મહેસુલ વિભાગની મુહીમ ચાલું રહેશે.જ્યાં ફરિયાદ મળશે ત્યાં તપાસ ચાલું રહેશે.જેના ભાગરૂપે નાની મોટી ફરિયાદને આધારે દહેગામની મુલાકાત લીધી. સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો.

આ પણ વાંચો : Ahmedabad: 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની સેવા હવે મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ મળશે

આ પણ વાંચો : Ahmedabad: રોકાણકાર સાથે લાખોની છેતરપિંડી કરનાર બિલ્ડરની પોલીસે કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો

Next Video