રાજ્યમાં લોખંડના ભંગારનો વ્યવસાય કરતા 30 વેપારીઓને ત્યાં સ્ટેટ GST વિભાગનાં દરોડા, 285 કરોડના બોગસ બિલિંગના વ્યવહારો મળ્યા

સ્ટેટ જીએસટી વિભાગની તપાસમાં જાણવા મળ્યુ કે માસ્ટર માઇન્ડ ઓપરેટર દ્વારા જરૂરિયાતમંદ અથવા આર્થિક રીતે નબળા લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા. તેમને નાણાકીય પ્રલોભન આપીને દસ્તાવેજોના આધારે બોગસ પેઢી બનાવવામાં આવતી હતી અને જીએસટી નંબર લેવામાં આવતો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 1:02 PM

સ્ટેટ જીએસટી વિભાગ (State GST Department)ની ટીમે લોખંડના સ્ક્રેપનો વ્યવસાય કરતા રાજ્યના 30 વેપારીઓ (businessman)ને ત્યાં દરોડા પાડ્યા છે. આ વેપારીઓને ત્યાંથી મળેલા હિસાબી ચોપડાને આધારે 17 જેટલી પેઢી બોગસ બિલિંગ કૌભાંડ (Bogus billing scam)માં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું હતું.

6 સ્થળોએથી હિસાબી ચોપડા જપ્ત કરાયા

સ્ટેટ જીએસટી વિભાગે જે 30 સ્થળોએ દરોડા પાડ્યા તેમાં ભાવનગરના 10, રાજકોટના 12, સુરતના 7 અને અમદાવાદના 1 સ્થળનો સમાવેશ થાય છે. અધિકારીઓએ 6 સ્થળોએથી હિસાબી ચોપડાની તપાસ માટે જપ્ત કર્યા છે.

રૂપિયા 285 કરોડના બોગસ બિલિંગના વ્યવહારો મળ્યા

સ્ટેટ જીએસટી વિભાગની ટીમે લોખંડના સ્ક્રેપનો વ્યવસાય કરતા વેપારીઓને ત્યાં તપાસ કરતા ટીમને રૂપિયા 285 કરોડના બોગસ બિલિંગના વ્યવહારો મળ્યા હતા. સાથે જ 53 કરોડની આઇટીસી ખોટી રીતે પસાર કર્યાનું પણ પકડાયું હતું. સ્ટેટ જીએસટીની ટીમે આ પહેલા અમદાવાદમાં જીવરાજ પાર્ક વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. જેમાં મોટી માત્રામાં બોગસ બિલિંગના વ્યવહારોનો ડેટા મળ્યો હતો. જેના આધારે તપાસ કરતાં લોખંડના વ્યવસાય સાથે સંકળાયેલા 30 જેટલા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.

સ્ટેટ જીએસટી વિભાગની તપાસમાં જાણવા મળ્યુ કે માસ્ટર માઇન્ડ ઓપરેટર દ્વારા જરૂરિયાતમંદ અથવા આર્થિક રીતે નબળા લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા. તેમને નાણાકીય પ્રલોભન આપીને દસ્તાવેજોના આધારે બોગસ પેઢી બનાવવામાં આવતી હતી અને જીએસટી નંબર લેવામાં આવતો હતો.

આ પણ વાંચોઃ

Gujarat Winter 2022: ઠંડીમાં ઠુઠવાવા માટે તૈયાર થઈ જાવ, 10 શહેરમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે રહેવાની આગાહી

આ પણ વાંચોઃ

ખેડૂતો માટે ખુશખબર, ભારતીય કેરીનો રાજા હાફુસ આ વર્ષ અમેરિકામાં થઈ શકશે એક્સપોર્ટ

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">