Ahmedabad : પોલીસકર્મીઓના તોડકાંડ મામલે હાઈકોર્ટમાં કાર્યવાહી, પોલીસ કર્મચારીઓએ તોડ કર્યો હોવાનું સરકારે સ્વીકાર્યું, જુઓ Video

|

Sep 11, 2023 | 10:37 PM

સુઓમોટો અરજી દરમિયાન સરકારે હાઈકોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે કે, પોલીસ કર્મચારીઓએ તોડ કર્યો હોવાના પુરાવા છે. પોલીસ કર્મચારીઓઓએ ભ્રષ્ટાચાર કર્યો હોવાના પણ પુરાવા હોવાનું સરકારે જણાવ્યું છે. આ કેસમાં સંડોવાયેલા બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે, તો એકને નોકરીમાંથી બરતરફ કરાયો છે.

Ahmedabad : અમદાવાદના ઓગણજ નજીક સોલા પોલીસના (Sola Police) કર્મચારીઓએ કરેલા તોડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં આજે પોલીસ દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. એરપોર્ટથી ઘરે જતા દંપતી પાસેથી 60 હજારનો તોડ કરનાર પોલીસ કર્મચારીઓ સામે હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ થઈ હતી. આ અંગે હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનરને વિગતવાર રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો.

આ પણ વાંચો Ahmedabad: હથિયારોનો સોદાગર ઝડપાયો, વાસણા પોલીસે ગેરકાયદે હથિયારોના વેપાર કેસમાં મુખ્ય આરોપીની MPથી કરી ધરપકડ

સુઓમોટો અરજી દરમિયાન સરકારે હાઈકોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે કે, પોલીસ કર્મચારીઓએ તોડ કર્યો હોવાના પુરાવા છે. પોલીસ કર્મચારીઓઓએ ભ્રષ્ટાચાર કર્યો હોવાના પણ પુરાવા હોવાનું સરકારે જણાવ્યું છે. આ કેસમાં સંડોવાયેલા બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે, તો એકને નોકરીમાંથી બરતરફ કરાયો છે.

આ ઉપરાંત સરકારે ફરજ પરના પોલીસકર્મીઓ હવેથી યુનિફોર્મ અને નેમ પ્લેટ વગર નહીં ફરી શકે તો રાત્રે મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસકર્મીઓ તૈનાત કરવાનું પણ જણાવ્યું છે. બીજી તરફ કોર્ટે કહ્યું કે કાયદાના રક્ષક જ કાયદાના ભક્ષક બને એ વ્યાજબી નથી. માત્ર અમદાવાદ પૂરતું નહીં, રાજ્યવ્યાપી માર્ગદર્શિકા જરૂરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video