Surendranagar: એસટી અમારી, સલામત સવારી’ સરકારી બસના આ સૂત્રનો છેદ ઉડાડતી બસ સુરેન્દ્રનગરના વિરમગામમાં જોવા મળી, જુઓ Video
સુરેન્દ્રનગરમાં વિરમગામ રૂટની ખખડધજ બસમાં તૂટેલી હાલતમાં ફ્લોરિંગ સામે આવ્યું છે. મહત્વનુ છે કે તુટેલા ફ્લોરિંગ પર પતરા મુકી ઢાંકવાનો પ્રયાસ કરાતા મુસાફરનો પગ પડે તો અકસ્માત થવાની શક્યતા રહેલી છે.
Surendranagar: ‘એસટી અમારી, સલામત સવારી’ સરકારી બસના આ સૂત્રનો છેદ ઉડાડતી બસ સુરેન્દ્રનગરના વિરમગામ રૂટ પર જોવા મળી છે. લખતર બસ સ્ટેશનથી ઉપડતી એક બસની સ્થિતિ એવી છે જે આ સૂત્રનો છેદ ઉડાડી રહી છે. મહત્વનું છે કે સલામતીના લીરે લીરા ઉડાવતો આ વીડિયો એક જાગૃત મુસાફર દ્વારા ઉતારવામાં આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે બસનું તળિયું તૂટી ગયું છે અને લોકો મુસાફરી કરી રહ્યા છે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ પર પોલીસ પર પથ્થરમારો, DySP સહિતના સ્ટાફની હાજરીમાં બની ઘટના
એસ.ટી વિભાગ દ્વારા આ બસના તૂટેલા તળિયા પર પાટીયા અને પતરા મુકીને તેને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ જો ભૂલથી પણ આ પતરા પર કોઈ મુસાફરનો પગ પડી જાય તો મુસાફર અકસ્માતનો ભોગ બને તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે. આ અંગે લખતર એસટી બસ સ્ટેન્ડ ખાતે આવતા મુસાફરોએ કંટક્ટરને રજૂઆત તો કરી છે પણ આ રજૂઆત ક્યારે રંગ લાવે છે તે જોવું રહ્યું. આ બેદરકારીનો ભોગ જો કોઈ મુસાફર બનશે તો તેનું જવાબદાર કોણ રહેશે તેને લઈ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો