સુરતમાં આડેધડ બનાવેલો સ્પીડ બ્રેકર બન્યો જીવલેણ, અનેક વાહનચાલકો પટકાયા, જુઓ વીડિયો
અહીં સ્પીડ બ્રેકર એટલો મોટો છે કે, વાહનચાલક અહીં જેવો પસાર થાય તેવો જ ઉછળીને રોડ પર પટકાય છે. તેનાથી હાકડાં તો તુટે જ છે, પરંતુ જીવ જવાનું પણ જોખમ રહે છે. સૌથી વધુ જોખમ અહીં રાતના સમયે છે. કેમ કે રાતના સમયે તો વાહનચાલકને આ સ્પીડ બ્રેકર દેખાય તેવી કોઈ શક્યતા જ નથી. ટુ-વ્હીલર ચાલક પટકાયા વિના રહેતો જ નથી.
આમ તો સ્પીડ બ્રેકર વાહનચાલકોની સલામતી માટે હોય છે, પરંતુ સુરતમાં પુણા વિસ્તારના રેશમા સર્કલ પાસેનો સ્પીડ બ્રેકર તો અકસ્માતો વધારી રહ્યો છે. અહીં સ્પીડ બ્રેકર તો બનાવી દેવાયો છે, પરંતુ સ્પીડ બ્રેકર દેખાય, તે માટે તેના પર લગાવાતા સફેદ પટ્ટા લગાવવાનું મહાનગરપાલિકા ભૂલી ગઈ છે. જેના કારણે સ્પીડ બ્રેકર સતત અકસ્માતોને આમંત્રણ આપે છે.
અહીં સ્પીડ બ્રેકર એટલો મોટો છે કે, વાહનચાલક અહીં જેવો પસાર થાય તેવો જ ઉછળીને રોડ પર પટકાય છે. તેનાથી હાકડાં તો તુટે જ છે, પરંતુ જીવ જવાનું પણ જોખમ રહે છે. સૌથી વધુ જોખમ અહીં રાતના સમયે છે. કેમ કે રાતના સમયે તો વાહનચાલકને આ સ્પીડ બ્રેકર દેખાય તેવી કોઈ શક્યતા જ નથી. ટુ-વ્હીલર ચાલક પટકાયા વિના રહેતો જ નથી.
અકસ્માતના અનેક CCTV
આ સ્પીડ બ્રેકરના કારણે નીચે પટકાયા હોય તેવા લોકોના અનેક CCTV સામે આવ્યા છે. ટુ-વ્હિલર પર જતાં લોકો સૌથી વધુ પટકાય છે અને જો તે જ વખતે પાછળથી મોટું વાહન આવે, તો તેના પર ફરી વળે તેવી સંપૂર્ણ શક્યતા છે.
વેપારીઓએ જાતે કરવો પડ્યો સફેદ રંગ
અહીં એક રિક્ષાએ પણ પલટી મારી દીધી હતી. રિક્ષામાં સવાર લોકો સહિત ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. મનપા બમ્પ બનાવીને ઘોર નિંદ્રામાં પોઢી ગઈ અને લોકોના હાકડાં તુટી રહ્યા છે. સ્પીડ બ્રેકર બનાવ્યા બાદ તેના સફેદ પટ્ટા ભૂંસાઈ ગયા અને અકસ્માતોની વણઝાર થવા લાગી. છેલ્લે તો વેપારીઓએ જાતે જ પટ્ટા માર્યા.
બે મહિનામાં 50થી વધુ અકસ્માત
બે મહિનાની અંદર 50થી વધુ અકસ્માતો થયાનો દાવો થઇ રહ્યો છે. કેટલાક તો એટલા ગંભીર થયા હતા કે, કદાચ કાયમી ઈજા રહી જાય. સ્થાનિક વેપારીઓ ફરિયાદો કરીને થાક્યા, પરંતુ મનપાના કાને ફરિયાદો પહોંચી નહીં.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો