Ahmedabad : 14 ઓક્ટોબરે અમદાવાદમાં વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન મેચ (India-Pakistan Match) યોજાવાની છે. ભારત-પાકિસ્તાનના હાઇવોલ્ટેજ મુકાબલાને લઇને અમદાવાદની મોટાભાગની હોટલો મહિનાઓ પહેલા જ બૂક થઇ ગઇ છે. મેચને લઇને હોટલોના ભાડામાં પણ તોતિંગ વધારો થયો છે. ત્યારે ખાનગી કંપનીએ હોટલનું ભાડું બચાવવા નવો કિમિયો અપનાવી કેમ્પર વાન તૈયાર કરી છે.
આ પણ વાંચો- Ahmedabad : સતત ત્રીજા દિવસે ITના દરોડા યથાવત, કરોડોના બેનામી વ્યવહારોના દસ્તાવેજો કરાયા જપ્ત, જુઓ Video
ભારત-પાકિસ્તાન મેચ જોવા આવનાર મહેમાનો માટે અમદાવાદની હોટેલ્સ પહેલેથી બૂક થઇ ગઇ છે. ત્યારે હવે પ્રવાસીઓને રહેવાની સમસ્યા ઊભી ન થાય તે માટે કંપનીએ કોમ્પિટિશન થકી તેમના કસ્ટમરને કેમ્પર વાન ઓફર કરી છે. હાઇટેક અને જરૂરી તમામ સુવિધાઓથી સજ્જ એવી આ કેમ્પર વાનમાં 4 લોકો રહી શકે તેવી વ્યવસ્થા છે.
આ કેમ્પર વાનમાં ડબલ બેડ, સોફા કમ બેડ, વોશરૂમ, ટીવી અને એસીની સુવિધા છે. 40 લોકોને રહેવા માટે આ પ્રકારની કુલ 10 કેમ્પર વાન તૈયાર કરાઇ છે. અમદાવાદમાં પહેલી વખત આટલા મોટા પાયે કેમ્પર વાનનો ઉપયોગ થઇ રહ્યો છે.