Tv9 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં મંત્રીપદને લઈને અલ્પેશ ઠાકોરે આપ્યુ આ મોટુ નિવેદન

|

Dec 10, 2022 | 10:57 PM

Tv9 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં અલ્પેશ ઠાકોરે મોટુ નિવેદન આપ્યુ છે. તો ગુજરાતની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત પર અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે તેને લાગે છે કે હજુ 5-6 બેઠકો ઓછી આવી છે.

મને પ્રધાન પદની કોઇ અપેક્ષા નથી. આ મોટું નિવેદન આપ્યું છે આંદોલનકારી ચહેરાની ઓખળ ધરાવતા અલ્પેશ ઠાકોર. ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી જીતેલા ભાજપ ઉમેદવાર અલ્પેશ ઠાકોરે TV9 સાથે ખાસ વાતચીત કરી અને પોતાના મનની વાત રજૂ કરી. અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે ભાજપે મને ધારાસભ્ય બનાવ્યો એટલું જ ઘણુ છે. મને પ્રધાન પદની કોઇ અપેક્ષાઓ નથી. અલ્પેશે દાવો કર્યો કે તેઓ સામાન્ય ધારાસભ્ય તરીકે કામ કરશે.

પ્રધાનપદ મેળવવાની કોઈ જ અપેક્ષા નથી- અલ્પેશ ઠાકોર

ભાજપની ભવ્ય જીત પર અલ્પેશ ઠાકોરે TV9 સાથેની વાતચીતમાં ખુશી વ્યક્ત કરી સાથોસાથ ઉમેર્યુ કે હજુ પણ 5થી6 બેઠકો ભાજપને ઓછી મળી છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે ભાજપના મજબૂત સંગઠનના કારણે ભવ્ય જીત મળી છે. તેમણે કહ્યુ મને પ્રધાનપદ મેળવવાની કોઈ જ અપેક્ષા નથી. વડાપ્રધાને મને દીકરો કહ્યો ત્યાં જ બધો ભાવ પૂર્ણ થયો. કોંગ્રેસની કારમી હાર પર બોલતા તેમણે કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કિચડ ઉછાળવુ કોંગ્રેસને ભારે પડ્યુ અને કોંગ્રેસને 125 બેઠકો વિશે બોલવાનો પણ કોઈ જ અધિકાર નથી.

ભાજપના વિકાસ સામે કોંગ્રેસનું જાતિવાદનું કાર્ડ ન ચાલ્યુ-અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે OBC સીએમની વાત કરી કોંગ્રેસે જાતિવાદી રાજનીતિ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભાજપના વિકાસ સામે કોંગ્રેસની જાતિવાદી રાજનીતિ ન ચાલી. તેમણે કહ્યુ કે ભાજપ સરકાર પર છેલ્લા 27 વર્ષથી ગુજરાતની જનતાએ ભરોસો મુક્યો છે તે નરેન્દ્ર મોદી પરનો ભરોસો છે.

Published On - 11:31 pm, Fri, 9 December 22

Next Video