ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તુ જલ્દી આ..! રાજકોટમાં વિધ્નહર્તાનું વ્હાલથી વિસર્જન

|

Sep 09, 2022 | 12:26 PM

રાજકોટમાં (Rajkot) ગણેશ વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટમાં ગણેશ વિસર્જન માટે કેટલાક કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યાં છે. તો અન્ય તળાવ કે નદી પાસેના વિસ્તારોમાં ફાયર બ્રિગેડ જવાનો અને તરવૈયાઓ પણ હાજર રાખવામાં આવ્યા છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં રંગેચંગે 10 દિવસ સુધી ગણપતિ આરાધનાની ઉજવણી પૂર્ણ થવા જઇ રહી છે. અનંત ચતુર્દશીના દિવસે ગણેશ મૂર્તિઓનું જળવિસર્જન કરવાની વેળા આવી ગઇ છે. આજે રાજ્યભરમાં ગણેશ વિસર્જનની (Ganesh visarjan) ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટમાં (Rajkot) મહાનગરપાલિકા તરફથી ગણેશ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને સાથે જ લોકોની ધાર્મિક લાગણી પણ ન દુભાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ગણેશ વિસર્જન માટે મનપાએ (RMC) શહેરના અલગ અલગ વિસ્તારોમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

ગણેશ વિસર્જન માટે ખાસ વ્યવસ્થા

રાજકોટમાં ગણેશ વિસર્જન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટમાં ગણેશ વિસર્જન માટે કેટલાક કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યાં છે. તો અન્ય તળાવ કે નદી પાસેના વિસ્તારોમાં ફાયર બ્રિગેડ જવાનો અને તરવૈયાઓ પણ હાજર રાખવામાં આવ્યા છે. શહેરના 7 અલગ અલગ સ્થળોએ ગણપતિનું વિસર્જન કરવામાં આવી રહ્યુ છે. વિસર્જન માટે આજી ડેમ, ન્યારા પાટીયા, સહિતના વિસ્તારોમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજકોટમાં વિસર્જનના દરેક સ્થળ પર ફાયરબ્રિગેડના જવાનો તહેનાત રાખવામાં આવ્યા છે. 2 DCP, 50 PSI સહિત કુલ 1654 પોલીસજવાનો ખડેપગે છે.

કૃત્રિમ કુંડ પણ બનાવવામાં આવ્યા

રાજકોટમાં ગણેશ વિસર્જનનો અવસર શાંતિપૂર્ણ માહોલમાં સુચારુપણે સંપન્ન થાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વધારે પડતી ભીડ એકઠી ન થાય તે માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દર વર્ષે ગણેશ વિસર્જન સમયે નદી-તળાવોમાં ડુબવાની ઘટનાઓ પણ ઘણી સામે આવતી હોય છે. ત્યારે આ વર્ષે આવી ઘટનાઓને ટાળી શકાય તે માટે પણ આ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે.

Next Video