ગાંધીનગર રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે, સોમનાથ મંદિરના વિકાસ કાર્યોની થશે

|

Mar 11, 2022 | 10:25 AM

રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલનું અવસાન થતાં તેમની જગ્યા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલના અવસાન બાદ સોમનાથ ટ્રસ્ટની રુબરુમાં બેઠક મળી શકતી નહતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે (Gujarat Visit) છે અને તેઓં એરપોર્ટથી સીધા ગાંધીનગર કમલમ ખાતે જવાના છે. આ સિવાય ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક (Meeting of Somnath Trust) પણ મળશે. અમિત શાહ પણ આ બેઠકમાં હાજરી આપશે. બેઠકમાં સોમનાથ મંદિરના વિકાસ કાર્યો અંગે ચર્ચા થશે.

આજે સાંજે 6 કલાકે ગાંધીનગર રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની બેઠક મળશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ , પી.કે. લહેરી, હર્ષવર્ધન નીવેટીયા અને પ્રો. જે. ડી. પરમાર સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં સોમનાથ મંદિરના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ બેઠકમાં સોમનાથ તિર્થના આગામી આયોજનો વિશે પણ ચર્ચા કરવામાં આવશે.

મહત્વનુ છે કે રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલનું અવસાન થતાં તેમની જગ્યા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલના અવસાન બાદ સોમનાથ ટ્રસ્ટની રુબરુમાં બેઠક મળી શકતી નહતી. સોમનાથ ટ્રસ્ટની છેલ્લા એક વર્ષથી માત્ર વર્ચ્યુઅલ બેઠક યોજાતી હતી. પરંતુ આજે ગાંધીનગર ખાતે PM મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની બેઠક મળવા જઇ રહી છે. જેમાં વિકાસના વિવિધ કામોને મંજૂરીની આખરી મહોર મારવામાં આવે તેવી શક્યતા પણ છે. તો આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટમાં ત્રણ ટ્રસ્ટીઓની ખાલી પડેલી જગ્યા પર નિમણૂક કરવાની શક્યતા રહેલી છે તેમજ મંદિર પરિસરની આસપાસના વિસ્તારમાં ભક્તો માટે કોરિડોર રૂપ નવનિર્મિત કામોને પણ ચોક્કસ મંજૂરી મળી શકે છે.

આ પણ વાંચો-

PM Narendra Modi Gujarat Visit Live: આજથી બે દિવસનાં પ્રવાસે PM Modi , એરપોર્ટથી કમલમ સુધી ભવ્ય રોડ શો, પંચાયત મહાસંમેલન સહિતનાં કાર્યક્રમમાં આપશે હાજરી

આ પણ વાંચો-

Kutch: બન્નીના ઘાસના મેદાન અને પાણીની સમસ્યાના ઉકેલ માટે નીમાબેન આચાર્યએ યોજી બેઠક, આ યોજના અમલમાં મુકવા કરી માગ

 

Next Video