Gir Somnath : સોમનાથ ટ્રસ્ટ અને તીર્થ પુરોહિતો વચ્ચે વિવાદ વકર્યો, અન્નજળનો ત્યાગ કરી વિરોધ પ્રદર્શન, જુઓ Video

Gir Somnath : સોમનાથ ટ્રસ્ટ અને તીર્થ પુરોહિતો વચ્ચે વિવાદ વકર્યો, અન્નજળનો ત્યાગ કરી વિરોધ પ્રદર્શન, જુઓ Video

| Edited By: | Updated on: Oct 11, 2025 | 2:40 PM

ગીર સોમનાથ ટ્રસ્ટ અને તીર્થ પુરોહિતો વચ્ચે વિવાદ વકર્યો છે. સતત બીજા દિવસે સોમપુરા બ્રાહ્મણોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. ત્યારે અન્નજળનો ત્યાગ કરી સોમનાથ ટ્રસ્ટની ઓફિસે રજૂઆત માટે પહોંચ્યા હતા.

ગીર સોમનાથ ટ્રસ્ટ અને તીર્થ પુરોહિતો વચ્ચે વિવાદ વકર્યો છે. સતત બીજા દિવસે સોમપુરા બ્રાહ્મણોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. ત્યારે અન્નજળનો ત્યાગ કરી સોમનાથ ટ્રસ્ટની ઓફિસે રજૂઆત માટે પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિના આગમન સમયે તીર્થ પુરોહિતોની અવગણનાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અગાઉ સોમપુરા બ્રાહ્મણ સમાજના 11 તીર્થ પુરોહિતોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે કાર્યક્રમના આગલા દિવસે રાત્રે 11 વાગે જાણ કરી ના પાડી દેવાઈ હતી. અવગણનાનો ઉકેલ ન આવે ત્યાં સુધી અન્નજળના ત્યાગની ચીમકી ઉચ્ચારી છે.

અન્નજળનો ત્યાગ કરી વિરોધ પ્રદર્શન

ઉલ્લેખનીય છે કે આ મામલે ગઈકાલે પણ તીર્થ પુરોહિતો જનરલ મેનેજર વિજયસિંહ ચાડવાની ઓફિસે રજૂઆત માટે પહોંચ્યા હતા. સોમપુરા બ્રાહ્મણોનું કહેવું છે કે 11 તીર્થ પુરોહિતોને આમંત્રણ આપ્યા બાદ ના પાડી દેવાઈ. અને તેની બદલે પાઠશાળાના અન્ય 40 ભૂદેવોને મંદિરમાં પ્રવેશ અપાયો હતો. તેમણે મેનેજરને રજૂઆત કરી તો કલેક્ટરે નિર્ણય લીધાંનું જણાવાયું હતું. જ્યારે કલેક્ટરને પૂછતાં તેમણે 40 ભૂદેવોની મંદિરમાં હાજરીથી અજાણ હોવાનો દાવો કર્યો હતો. ગઈકાલે જનરલ મેનેજરની ઓફિસમાં જે વિવાદ થયો હતો. તેનો વીડિયો હાલ વાયરલ છે.

કાર્યક્રમના આગલા દિવસે ના પાડી દેવાઈ !

સોમપુરા બ્રાહ્મણ સમાજના તીર્થ પુરોહિતોનું કહેવું છે કે મંદીરમાં જ્યારે પણ કોઈ મોટા સાધુ-સંત કે વીઆઈપી મહેમાન આવતા હોય છે. ત્યારે તેમનું સ્વાગત હંમેશા સોમપુરા બ્રાહ્મણ સમાજના જ તીર્થ પુરોહિતો કરતાં હોય છે. અને આ જ પરંપરા રહી છે. પરંતુ, છેલ્લા ત્રણ વર્ષથી તેમની અવગણના કરાઈ રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો