Sokhda Haridham : સ્વામી ગુણાતીત ચરણે આપઘાત કર્યાના ખુલાસા બાદ પોલીસે તપાસ તેજ કરી

|

Apr 29, 2022 | 7:55 PM

વડોદરા પોલીસ તપાસમાં પ્રભુપ્રિય સ્વામીએ જ્ઞાનસ્વરૂપ સ્વામીની મદદથી ગુણાતીત સ્વામીનો લટકતો મૃતદેહ નીચે ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે.. જેથી પોલીસે જ્ઞાન સ્વરૂપ સ્વામી અને પ્રભુ પ્રિય સ્વામીના નિવેદન નોંધ્યા છે અને પંચોની રૂબરૂમાં બંને પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે.

ગુજરાતમાં(Gujarat)  વડોદરાના સોખડા હરિધામમાં(Sokhda Haridham)  સ્વામી ગુણાતીત ચરણે(Swami Gunatit)  આપઘાત કર્યો હોવાના ખુલાસા બાદ પોલીસે તપાસ તેજ કરી દીધી છે. ગુણાતીત સ્વામીએ કયા કારણોસર આપઘાત કર્યો તેની તપાસ કરવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે.. પોલીસ તપાસમાં પ્રભુપ્રિય સ્વામીએ જ્ઞાનસ્વરૂપ સ્વામીની મદદથી ગુણાતીત સ્વામીનો લટકતો મૃતદેહ નીચે ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે.. જેથી પોલીસે જ્ઞાન સ્વરૂપ સ્વામી અને પ્રભુ પ્રિય સ્વામીના નિવેદન નોંધ્યા છે અને પંચોની રૂબરૂમાં બંને પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે.

પોલીસે રૂમ નંબર 21માં પંચો અને FSLની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કર્યું છે.. હવે પોલીસે પ્રભુ પ્રિય સ્વામી, જ્ઞાન સ્વરૂપ સ્વામી, અને હરિ પ્રકાશના CDR ચેક કરશે.. પોલીસે ગુણાતીત સ્વામીનો મોબાઈલ અને ગળેફાંસો ખાવા ઉપયોગમાં લેવાયેલું ગાતરિયું જપ્ત કર્યા છે.. સાથે જ 27 એપ્રિલ સાંજથી 28 એપ્રિલ સવારના 10 વાગ્યા સુધીના CCTV ફૂટેજની ચકાસણી હાથ ધરી છે.. પોલીસ યોગી આશ્રમ અને હરિધામ પરિસરના તમામ CCTV ફૂટેજની ચકાસણી કરશે..

મહત્વનું છે કે ગુણાતીત સ્વામીએ શરીરે પહેરવાના ગાતરીયાથી લટકીને સ્વામીએ આપઘાત કર્યો હતો..બુધવારે સાંજે 7.30 વાગ્યાના અરસામાં ગુણાતીત ચરણ સ્વામીએ આપઘાત કર્યો હતો.ઘટનાને 12 કલાક વીતી ગયા બાદ પ્રબોધજૂથના હરિભક્તોએ પોલીસને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. જે બાદ પોલીસ તપાસ શરૂ થઈ હતી.. PSI લાંબરીયાએ કહ્યું કે સાધુના રૂમમાં ઝેડ આકારનો હુક હતો.તેમાં સાધુએ પોતાના ભગવા ગાતરિયાથી ગાળિયો બનાવ્યો હતો. ફાંસો ખાવા માટે ખુરશીતેની ઉપર ડોલ અને તેની ઉપર ઓશીકાનો સહારો લીધો હતો.

Next Video