Vadodara: સોખડા હરિધામ વિવાદ મામલે વહીવટી તંત્ર, પોલીસ અધિકારી, સંતોની બેઠક મળી
પ્રબોધસ્વામી સાથે ગેરવર્તનને લઇને હરિભક્તો વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કોઠારી પદેથી પ્રેમ સ્વરૂપ સ્વામીના રાજીનામાની માગ કરી હતી. આ મામલે કાર્યવાહી કરવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
વડોદરા (Vadodara) ના સોખડા હરિધામ (Sokhada Haridham)માં ફરી વિવાદ વકર્યો છે. પ્રબોધસ્વામી (Prabodh Swami) સાથે મંદિરમાં અડધી રાત્રે ગેરવર્તન થયું હોવાના આક્ષેપ હરિભક્તોએ કર્યો છે. વિવાદને લઇને મંગળવારે રાત્રે જ વહીવટી તંત્ર, પોલીસ અધિકારી અને પ્રબોધ સ્વામી જૂથના સંતો વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં હરિધામમાં ચાલતા વિવાદોના કારણો અંગે સંતો તંત્રને ખુલીને વાતચીત કરી હતી.
સમગ્ર વિવાદને લઇને વહીવટી તંત્ર, પોલીસ અધિકારી અને પ્રબોધ સ્વામી જૂથના સંતો વચ્ચે મંગળવારે રાત્રે બેઠક યોજાઇ. જેમાં વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓએ પ્રબોધ સ્વામી સાથે બનેલી ઘટના અને બાદની સ્થિતિ અંગે વિગત મેળવી છે. તો આજે કેટલાક સંતો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક કરી શકે છે.
શું હતો સમગ્ર મામલો?
સમગ્ર ઘટનાની વાત કરીએ તો પ્રબોધસ્વામી સાથે મંદિરમાં અડધી રાત્રે ગેરવર્તન થયું હોવાના આક્ષેપ હરિભક્તોએ કર્યા છે. પ્રબોધસ્વામી સાથે ગેરવર્તનને લઇને હરિભક્તો વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કોઠારી પદેથી પ્રેમ સ્વરૂપ સ્વામીના રાજીનામાની માગ કરી હતી. આ મામલે કાર્યવાહી કરવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. હરિભક્તોનો આક્ષેપ છે કે, સરલસ્વામીએ પ્રબોધસ્વામીની ફેટ પકડીને મારી નાખવાની ધમકી આપી હતી અને મંદિરમાંથી નીકળી જવા કહ્યું હતું. પ્રબોધસ્વામી સાથે અઘટિત ઘટના બની છે. આ આક્ષેપ સાથે હરિભક્તોએ કોઠારી પદેથી પ્રેમ સ્વરૂપ સ્વામીના રાજીનામાની પણ માગ કરી છે.
મહત્વનું છે કે બે મહિના પહેલા સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સંતો દ્વારા સેવક અનુજ ચૌહાણને માર મારવાની ઘટના પણ બની હતી. જે કેસમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ 5 સંત અને 2 સેવક પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.
આ પણ વાંચો-
Surat: ડુપ્લીકેટ રેમડેસીવીર ઈન્જેક્શન કૌભાંડનો કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી હવે EDના સકંજામાં, આરોપીની 1.4 કરોડની સંપત્તિ જપ્ત
આ પણ વાંચો-