પંચમહાલ : SOGએ ઘોઘંબાના ગોદલી ગામમાંથી રૂ.2.89 લાખના લીલા ગાંજાના છોડ ઝડપ્યા
ઘોઘંબા તાલુકાના ગોદલી ગામે એક ખેતરમાંથી SOGએ રૂ.2.89 લાખના 28.90 કિલોગ્રામ વજન ધરાવતા 47 નંગ લીલા ગાંજાના છોડ સાથે એક ઈસમની ધરપકડ કરી છે. સમગ્ર મામલે રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઘોઘંબા તાલુકાના ગોદલી ગામના કાચલી ફળિયામાં રહેતા ભોદુ ચંદુ બારીયાના ખેતરમાંથી વનસ્પતિજન્ય લીલા ગાંજાના 47 નંગ છોડ મળી આવ્યા છે. બાતમીના આધારે ગોધરા SOGને રેડ કરતા ખેતરમાંથી ગાંજાના છોડ ઝડપાયા છે. આ દરમિયાન ગાંજાના છોડ સાથે એક ઈસમની ધરપકડ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો પંચમહાલ : કાલોલના બિલીયાપુરા ગામમાં વીજ જોડાણ કાપવા ગયેલી MGVCLની ટીમ પર હુમલો
મળતી માહિતી અનુસાર, ઘોઘંબા તાલુકાના ગોદલી ગામે એક ખેતરમાંથી SOGએ રૂ.2.89 લાખના 28.90 કિલોગ્રામ વજન ધરાવતા 47 નંગ લીલા ગાંજાના છોડ સાથે એક ઈસમની ધરપકડ કરી છે. સમગ્ર મામલે રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.