Banaskantha : કાંકરેજનાં બલોચપુરમાંથી 3,104 કિલો ચરસ ઝડપાયું, ગામમાં આવેલા મંદિરના પૂજારીની ધરપકડ, જૂઓ Video

|

Aug 26, 2023 | 4:11 PM

બલોચપુર ગામે આવેલ જોગણી માતાજીનાં મંદિરનો પૂજારી અને અન્ય એક શખ્સ પાસેથી ચરસ મળી આવ્યું. 4 લાખ 65 હજારની કિંમતનું 3,104 કિલો ચરસ ઝડપાયું. પોલીસે ચરસની 247 નંગ સ્ટીક અને કાર સહીત 11 લાખ 73 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો.

Banaskantha : ગુજરાતનો નશાનો વેપલો યથાવત જોવા મળી રહ્યો છે. ફરી એક વખત મોટા પ્રમાણમાં ચરસનો (charas) જથ્થો ઝડપાયો છે. બનાસકાંઠા SOGએ (Banaskantha SOG) કાંકરેજનાં બલોચપુરમાંથી ચરસ ઝડપી પાડ્યું છે. બલોચપુર ગામે આવેલ જોગણી માતાજીનાં મંદિરનો પૂજારી અને અન્ય એક શખ્સ પાસેથી ચરસ મળી આવ્યું. 4 લાખ 65 હજારની કિંમતનું 3,104 કિલો ચરસ ઝડપાયું. પોલીસે ચરસની 247 નંગ સ્ટીક અને કાર સહીત 11 લાખ 73 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો. મૂળ મધ્યપ્રદેશનાં જાંબુઆ જિલ્લાના રહેવાસી મંદિરનો પૂજારી દયાલગીરી બાવાની ધરપકડ કરાઈ. તો અન્ય આરોપી ઉત્તર પ્રદેશનાં રાજવીરસિંહ પાસેથી આર્મી PTRનું આઈકાર્ડ મળી આવ્યું. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો- Ahmedabad: ધોળકા પાસે બન્યું “સનાતન ધર્મનું” અનોખુ મંદિર, હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના થાય છે સાક્ષાત દર્શન, જુઓ Photos

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video