Gandhinagar: ભાજપ સોશિયલ મીડિયા યુથ સમિટમાં સી.આર.પાટીલનો હુંકાર, આપણે હવે લડાઈ લડવાની છે, તુટી પડવાનું છે, કોઈ ખોટી કમેન્ટ કરે તો જવાબ આપો, જુઓ Video
ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે હુંકાર ભરતાં કહ્યું છે કે, આપણે હવે લડાઈ લડવાની છે, તુટી પડવાનું છે. કોઈ ખોટી કમેન્ટ કરે તો જવાબ આપવાનો છે. વિપક્ષને આડેહાથ લેતા સી.આર. પાટીલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, એમની પાસે આ દેશના અને રાજ્યના લોકોને આપવા કંઈ નથી, એટલે નેગેટિવ પ્રચાર કરે છે.
Gandhinagar : ગુજરાત ભાજપે (BJP) લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસભા ચૂંટણીમાં યુવાઓના મત અંકે કરવા માટે ભાજપે કમરકસી છે અને તેથી જ હવે ભાજપ સોશિયલ મીડિયા પર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો પ્રચાર કરશે. ભાજપના કાર્યાલય કમલમ ખાતે સોશિયલ મીડિયા યુથ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત કાર્યકરોને સોશિયલ મીડિયામાં પ્રચાર કેવી રીતે કરવો, વિપક્ષને કેવી રીતે જવાબ આપવો તેને લઇ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તો આ સમિટમાં ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે હુંકાર ભરતાં કહ્યું છે કે, આપણે હવે લડાઈ લડવાની છે, તુટી પડવાનું છે. કોઈ ખોટી કમેન્ટ કરે તો જવાબ આપવાનો છે. વિપક્ષને આડેહાથ લેતા સી.આર. પાટીલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, એમની પાસે આ દેશના અને રાજ્યના લોકોને આપવા કંઈ નથી, એટલે નેગેટિવ પ્રચાર કરે છે. કાર્યકરોને સંબોધતા પાટીલે સૂચન કર્યું છે કે, વિરોધીઓને જવાબ આપવા માટે પ્રદેશ માહિતી મેળવીને જવાબ આપજો.
