સુરત: મીટર સાદું, બિલ સ્માર્ટ મીટરનું ! સુરતમાં DGVCLની ભૂલથી ગ્રાહક મૂંઝાયો

| Edited By: | Updated on: Jun 25, 2026 | 6:30 PM

સુરત જિલ્લાના કીમમાં એક ગ્રાહકને સાદું વીજ મીટર હોવા છતાં સ્માર્ટ મીટરનું બિલ મળતાં DGVCL સામે સવાલો ઊભા થયા છે. એક જ ગ્રાહકને બે અલગ-અલગ બિલ મળતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

સુરત જિલ્લાના કીમ વિસ્તારમાં વીજળીના બિલને લઈને એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક ગ્રાહકને તેની દુકાનમાં સાદું વીજ મીટર હોવા છતાં સ્માર્ટ મીટરનું બિલ મળતાં તે મૂંઝવણમાં મુકાઈ ગયો છે. આ ઘટનાએ DGVCLની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે.

માહિતી અનુસાર, ગ્રાહકને એક જ સમયગાળાના બે અલગ-અલગ બિલ મળ્યા હતા. જેમાં સાદા મીટરનું બિલ ₹988 હતું, જ્યારે સ્માર્ટ મીટર તરીકે ₹4351નું બિલ જનરેટ થયું હતું. સૌથી મોટી વાત એ છે કે ગ્રાહકની દુકાનમાં હજુ સુધી સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું જ નથી.

ગ્રાહક જ્યારે ₹988નું બિલ ભરવા માટે ઓનલાઈન સિસ્ટમમાં ગયો ત્યારે ત્યાં ₹4351ની બાકી રકમ દર્શાવાઈ હતી. જેના કારણે તે આશ્ચર્યમાં પડી ગયો હતો. બીજી તરફ, DGVCL દ્વારા આ મામલે ટેક્નિકલ ખામી હોવાનું કારણ આપવામાં આવ્યું છે.

જોકે, સ્માર્ટ મીટર વગર સ્માર્ટ મીટરનું બિલ કેવી રીતે જનરેટ થયું તે અંગે લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. વધતી મોંઘવારી વચ્ચે આવી ઘટનાઓને લઈને ગ્રાહકોમાં ચિંતા પણ જોવા મળી રહી છે. હાલમાં ગ્રાહક યોગ્ય બિલ અંગે સ્પષ્ટતા અને ઉકેલની રાહ જોઈ રહ્યો છે.

Breaking News: ₹7.7 લાખ કરોડની કમાણી છતાં MDનો પગાર માત્ર ₹17 હજાર..!! EDની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

Follow Us