અમદાવાદના મોટા બિલ્ડરનું અપહરણ: ફિલ્મી સ્ટાઈલમાં ઉઠાવી ગયા અને માંગી અધધધ ખંડણી, જાણો વિગત

| Edited By: | Updated on: Dec 31, 2021 | 7:09 AM

Ahmedabad: અપહરણ અને ખંડણીનો મામલો અમદાવાદમાં સામે આવ્યો જેમાં બિલ્ડરનું અપહરણ કરીને 3 કરોડની ખંડણી માંગવામાં આવી હતી.

Crime in Ahmedabad: અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં (Sarkhej Police Station) અપહરણ અને ખંડણી અંગે ફરિયાદ નોંધાઈ છે. સરખેજમાં રહેતા અને રાણીપમાં કંસ્ટ્રક્શનનો વ્યવસાય કરતા કેવલ મહેતાનું અપહરણ કરાયું હતું. અપહરણ (Kidnapping) કરીને કેવલ મહેતાને 6થી 7 લોકો સાણંદ લઈ ગયા હતા. તેમજ અશોક પટેલ નામના શખ્સે તેમની પાસેથી 3 કરોડની ખંડણી માંગી હતી. ત્યારે આ મામલે સરખેજ પોલીસે ગુનો (Crime) નોંધી આરોપીઓની સોધખોળ હાથ ધરી છે.

લેતી-દેતીના મામલે આચાર્યો ગુનો

તો પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ પણ આ કંસ્ટ્રક્શનનો વ્યસાયમાં રોકાણ કરનારા લોકો છે. તો આ રોકાણ કરેલા પૈસા પૈકીના તેમને લેવાના નીકળતા પૈસા 3 કરોડ રૂપિયા તેઓની પાસથી માંગ્યા હતા. તેવી ફરિયાદ ફરિયાદી દ્વારા કરવામાં આવી છે.

ફિલ્મી ઢબે અપહરણ

તો દેખીતી રીતે આ મામલો પૈસાની લેતીદેતીનો છે. આ વિવાદમાં કેવળ મહેતાનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે માહિતી અનુસાર પ્રથમ તો ઓફીસ જવા નીકળેલા કેવળ મહેતાનું અકસ્માતનું નાટક રચીને તેમને ઇનોવામાં બેસાડીને લઇ ગયા. ત્યારે આ બાદ સાણંદ પાસે લઇ જઈને માર માર્યો હોવાની ફરિયાદ સામે આવી છે. સાથે જ લાખના ચેક લખાવ્યા અને રોકડા ત્રણ લાખ પડાવ્યાની પણ ફરિયાદ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Ahmedabad: મુખ્યમંત્રીની AMC અધિકારીઓ સાથે બેઠક, કાઈટ ફેસ્ટીવલ અને ફ્લાવાર શો વિશે લેવાયો આ મોટો નિર્ણય

આ પણ વાંચો: BHARUCH : વર્ષ 2021માં 37,981 મિલ્કત દસ્તાવેજ રજીસ્ટર્ડ થયા, કોરોનાકાળમાં સંખ્યામાં વધારા પાછળ આર્થિક સંકટ કે રોકાણનો નવો વિકલ્પ જવાબદાર?