યુવરાજસિંહ વિરૂદ્ધ SITને મળ્યો વધુ એક પુરાવો, સસરાએ આંગડીયામાં મોકલેલા રૂપિયાથી દહેગામમાં ખરીદી હતી મિલકત, જુઓ CCTV video
Bhavnagar News : પૂછપરછમાં ખુસાલો થયો હતો કે યુવરાજસિંહે ગાંધીનગરના દહેગામમાં પણ મિલકત ખરીદી હતી. જેની તપાસ કરી રહેલી SITને કેટલાંક CCTV હાથ લાગ્યા છે.
ડમી ઉમેદવાર કૌભાંડના તોડકાંડમાં SITને યુવરાજસિંહ વિરૂદ્ધ વધુ એક મોટો પુરાવો હાથ લાગ્યો છે. પૂછપરછમાં ખુસાલો થયો હતો કે યુવરાજસિંહે ગાંધીનગરના દહેગામમાં પણ મિલકત ખરીદી હતી. જેની તપાસ કરી રહેલી SITને કેટલાંક CCTV હાથ લાગ્યા છે. આ CCTVના દ્રશ્યોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે યુવરાજસિંહના સસરા ભાવનગરના પી.એમ.આંગડિયા મારફતે રૂપિયા મોકલી રહ્યા છે.
યુવરાજસિંહના સસરા રૂપિયા 6 લાખ રોકડા લઇને આંગડિયામાં આવે છે અને આંગડિયાનો કર્મચારી રૂપિયા ગણીને આંગડિયું કરી રહ્યા છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર આ CCTV 6 એપ્રિલના છે, જાણવા મળી રહ્યું છે કે દહેગામમાં ખરીદેલી મિલકત માટે યુવરાજસિંહના કહેવાથી તેમના સસરાએ આંગડિયા દ્વારા આ રૂપિયા મોકલ્યા હતા.
ઉલ્લેખનીય છે કે SITની તપાસમાં દહેગામની મિલકતનો દસ્તાવેજ પણ હાથ લાગ્યો છે. આમ તોડકાંડમાં એક પછી એક યુવરાજસિંહ વિરૂદ્ધ SITને મોટા પુરાવા હાથ લાગી રહ્યા છે. ત્યારે એક વાત સ્પષ્ટ છે કે આ જ પુરાવા યુવરાજસિંહની મુશ્કેલી વધારી શકે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…