Jamnagar : કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં રખાયેલા અનામી પારણામાં જન્માષ્ટમીની રાત્રે અજાણી વ્યક્તિ બાળકને ત્યજીને જતી રહી
ગુરૂવારના મોડી સાંજે 9 વાગ્યાની આસપાસ વિકાસ ગૃહની સંસ્થાના અનામી પારણામાં બાળક મુકીને અજાણી વ્યકિત જતી રહી હતી. જેની જાણ સંસ્થાના ચોકીદારને થતા સંસ્થાના કર્મચારી અને ટ્રસ્ટીઓને જાણ કરી હતી. ત્યાર બાદ નવજાત શિશુને સારવાર માટે જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
જામનગરમાં (Jamnagar) તાજા જન્મેલા બાળકને કોઈ અજાણી વ્યક્તિ તરછોડીને જતી રહી હોવાની ઘટના સામે આવી છે. શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં જન્માષ્ટીના દિવસે કોઈ રાત્રે તાજા જન્મેલા બાળકને મુકીને જતું રહ્યું હતું. ગુરૂવારના મોડી સાંજે 9 વાગ્યાની આસપાસ વિકાસ ગૃહની સંસ્થાના અનામી પારણામાં બાળક મુકીને અજાણી વ્યકિત જતી રહી હતી. જેની જાણ સંસ્થાના ચોકીદારને થતા સંસ્થાના કર્મચારી અને ટ્રસ્ટીઓને જાણ કરી હતી. ત્યાર બાદ નવજાત શિશુને સારવાર માટે જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો Jamnagar Video : ધ્રોલના હજામચોરા ગામે તળાવમાં ડૂબતા બે સગા ભાઈના મોત
3 વર્ષમાં અનામી પારણામાં 5 બાળકો મુકાયા
જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલી શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહની સંસ્થા દ્વારા સામાજીક જવાબદારી નિભાવવા માટે વારંવાર તરછોડાયેલ બાળકને બિનવારસુ મુકવામાં આવતા હોય છે, ત્યારે આવી ઘટનાઓને અટકાવવા માટે અનામી પારણું મુકવામાં આવ્યું છે. જે દરવાજાની બહારથી એક બારી રાખવામાં આવી છે. નજીકમાં પારણું મુકવામાં આવ્યું છે. જ્યાં ત્યજી દેવાયેલા બાળકને મુકી શકાય છે. જો બાળક ત્યાં આવે તો તેને સારવાર આપીને તેને ઉછેર કરવામાં આવે છે. ત્યજી દેવામાં આવેલા નવજાત શિશુને બિનવારસુ જગ્યાએ મુકવામાં આવે તે બાળકને જીવનું જોખમ થઈ શકે છે. સંસ્થા દ્વારા છેલ્લા 3 વર્ષથી અનામી પારણું મુકવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં પાંચ નવજાત બાળકો મુકવામાં આવ્યા છે.
જામનગર અને દેવભુમિદ્વારકા જીલ્લામાંથી 3 માસમાં 5 બાળકો ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલ છે. શહેરમાં થોડા સમય પહેલા જ રોડ પર તાજું જન્મેલું બાળક મળી આવ્યું હતું. અગાઉ જી.જી હોસ્પિટલના પટાગણમાંથી નવજાત શિશુ મળી આવ્યું હતું. આ ઉપરાંત ભાણવડ અને ભાટીયા નજીક એક-એક બાળક સહિત તમામ પાંચ બાળકોની કાળજી સંસ્થા દ્વારા લેવામાં આવે છે. સંસ્થા દ્વારા બે બાળકોને વિદેશમાં દત્તક આપવામાં આવ્યા છે અને બે બાળકોને દેશમાં દત્તક આપવામાં આવ્યા છે. હાલ સંસ્થામા 9 જેટલા બાળકોનો ઉછેર સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો