ગુજરાતમાં ખાખીના જાસૂસીકાંડમાં ચોંકાવનારો ખુલાસો : IPS અધિકારીઓ જ નહીં પણ બુટલેગરની પ્રેમિકાની પણ થતી હતી જાસૂસી
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ખાખી ઉપર જાસૂસીનો દાગ લગતા મામલે ભરૂચ પોલીસના મોટાભાગના કર્મચારીઓ પોલીસની જાસૂસીના કૃત્યને વખોડી રહ્યા છે.સૂત્રો અનુસાર એક વર્ષ અગાઉ એક મહિલા પોલીસ અધિકારીઓ પાસે પહોંચી હતી. આ મહિલાની ફરિયાદ હતી કે બુટલેગરને તે જે સ્થળે હોય તેની માહિતી મળે છે.બુટલેગરના કેટલાક પોલીસકર્મીઓ સાથે સારા સંબંધ છે. તેને શંકા છે કે તેના લોકેશન બુટલેગરને આપવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં ખાખીના જાસૂસીકાંડમાં એકપછી એક ચોંકાવનારા ઘટસ્ફોટ થઇ રહ્યા છે. ભરૂચ પોલીસના ટેક્નિકલ સર્વેલન્સ સ્કોડમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓ મયુર ખુમાણ અને અશોક સોલંકી દ્વારા મહિનાએ ૧ લાખ રૂપિયાનો હપ્તો લઈ પોલીસ અધિકારીઓના લોકેશન વેચવાના કૌભાંડનો એક વર્ષ પહેલા પર્દાફાશ થઇ શક્યો હોત પણ પોલીસકર્મી આવું હીન કૃત્ય કરીજ ન શકે તેવા વિશ્વાસના કારણે અધિકારીઓએ શંકા કરવાનું ટાળ્યું હતું. જે વિશ્વાસ આજે ખોટો સાબિત થયો છે. ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર પ્રિમાઇસિસમાં વર્ષોથી ફરજ બજાવતા એક પોલીસકર્મીએ નામ ન જાહેર કરવાની શરતે હાલના તપાસ અધિકારીઓનું ધ્યાન દોર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બે પોલીસકર્મીઓએ માત્ર IPS અધિકારીઓ જ નહિ પણ બુટલેગરની પ્રેમિકાની પણ જાસૂસી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આખા મામલામાં ગુજરાત પોલીસ તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
સૂત્રો અનુસાર એક વર્ષ અગાઉ એક મહિલા પોલીસ અધિકારીઓ પાસે પહોંચી હતી. આ મહિલાની ફરિયાદ હતી કે બુટલેગરને તે જે સ્થળે હોય તેની માહિતી મળે છે.બુટલેગરના કેટલાક પોલીસકર્મીઓ સાથે સારા સંબંધ છે. તેને શંકા છે કે તેના લોકેશન બુટલેગરને આપવામાં આવી રહ્યા છે. આ સમયે ઉગ્ર રજુઆત થઇ હતી પણ જેતે અધિકારીને પોલીસકર્મીઓ ઉપર ખુબ વિશ્વાસ હતો કે કર્મચારી જાસૂસી કરી શકે નહિ. આ કારણોસર કોઈ તપાસના આદેશ થયા નહિ અને કોઈ પગલાં ભરવામાં આવ્યા નહિ. આખરે એક વર્ષ બાદ ભાંડો ફૂટ્યો છે.