બનાસકાંઠામાં પતિએ 50 હજારમાં મિત્રને પત્ની વેચી દીધી… સાત દિવસ સુધી ગોંધી રાખી આચર્યું દુષ્કર્મ

| Edited By: | Updated on: May 26, 2026 | 7:41 PM

બનાસકાંઠાના પાલનપુરમાં સામાજિક રીતે છૂટાછેડા શક્ય ન હોવાથી પતિએ પોતાની પત્નીનો જ સોદો કરી નાખ્યો હતો. કરતૂત છુપાવવા માટે પતિએ પોતે જ પોલીસ મથકે પત્ની ગુમ થયાની ખોટી ફરિયાદ પણ નોંધાવી હતી.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી એક અત્યંત ઘૃણાસ્પદ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પતિએ જ પવિત્ર સંબંધને કલંકિત કરીને માત્ર 50 હજાર રૂપિયા માટે પોતાની પત્નીનો સોદો કરી દીધો હતો. આરોપી પતિને પત્ની પસંદ ન હતી અને સામાજિક રીતે છૂટાછેડા થવા મુશ્કેલ હોવાથી તેણે આ ભયાનક કાવતરું ઘડ્યું હતું. પતિએ પત્નીને વાતોમાં ફોસલાવી પોતાના ત્રણ મિત્રો સાથે મોકલી દીધી હતી. આ નરાધમોએ પીડિતાને સાત દિવસ સુધી ગોંધી રાખીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

બીજી તરફ પોતાની કરતૂત છુપાવવા માટે શાતિર પતિએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પત્ની ગુમ થઈ હોવાની નાટકબાજી કરી ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન આરોપીના મિત્રોએ મહિલાને બીજીવાર લગ્નના બહાને અન્ય જગ્યાએ 3.50 લાખ રૂપિયામાં વેચવાની તૈયારી કરી લીધી હતી. જોકે, મહિલાનો બીજી વખત સોદો થાય તે પહેલા જ સદનસીબે પોલીસ પીડિતા સુધી પહોંચી ગઈ હતી અને આ આખા ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને નરાધમ પતિ સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આયુષ્માન કાર્ડના નામે ક્યાંક તમે પણ વહેમમાં તો નથી ને ? જાણી લો કઈ સારવાર મળશે અને કઈ નહીં

 

Follow Us
Loading...
Unable to load recommendations.