Patan Video : બનાસ નદીમાં પાણી છોડાતા શિહોરી અને પાટણ વચ્ચેનો વાહન વ્યવહાર બંધ, વાહનચાલકોને બાયપાસ રોડથી જવાની ફરજ પડી
બનાસ નદીમાં પાણી છોડાતા શિહોરી અને પાટણ વચ્ચેનો વાહન વ્યવહાર બંધ કરાયો છે. અહીં બ્રિજનું કામ ચાલુ હોવાથી નદીમાંથી ડાયવર્ઝન અપાયું હતું, જે ધોવાઈ જતાં બંધ કરાયું છે.
Patan : મોટા ભાગે કોરીધાકોર રહેતી બનાસ નદીમાં (Banas River) પાણી છોડાતા સમસ્યા વધી છે. શિહોરી અને પાટણ હાઈવે પરનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. બનાસ નદીમાં પાણી છોડાતા શિહોરી અને પાટણ વચ્ચેનો વાહન વ્યવહાર બંધ કરાયો છે. અહીં બ્રિજનું કામ ચાલુ હોવાથી નદીમાંથી ડાયવર્ઝન અપાયું હતું, જે ધોવાઈ જતાં બંધ કરાયું છે. જેથી હવે શિહોરી અને પાટણના વાહનચાલકોને થરા તેમજ રાધનપુર બાયપાસ રોડથી અવરજવર કરવાની ફરજ પડશે.
જો કે બીજી તરફ ખેડૂતોમાં આ નીરથી ભારે આનંદ છે. સુકો પ્રદેશ કહેવાતા બનાસકાંઠા અને પાટણના સરહદી વિસ્તારોમાં પાણીના તળ ખૂબ ઊંડા જતાં રહ્યા હતા. જો કે ઉપરવાસમાં સારા વરસાદને પગલે હવે પાણીના તળ પણ ઉંચા આવવાની આશા બંધાઈ છે.