આજનું હવામાન : ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચ્યુ, જાણો તમારા શહેરનું તાપમાન

આજનું હવામાન : ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચ્યુ, જાણો તમારા શહેરનું તાપમાન

| Updated on: Nov 10, 2025 | 9:22 AM

 કમોસમી વરસાદની રાઉન્ડ બાદ હવે ગુજરાતમાં અચાનક ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ડાંગ જિલ્લાના ગીરીમથક સાપુતારામાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ગત રાત્રે તો ઠંડીનો પારો 10 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો હતો.

ગુજરાતના ઘણા શહેરોમાં તાપમાન 20 ડિગ્રી કરતા પણ નીચે પહોંચી ગયુ છે.ઘણા શહેરોમાં તો 15 ડિગ્રી કરતા પણ ઓછુ તાપમાન છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આકરી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સૌથી વધુ ડાંગ જિલ્લાના સાપુતારામાં 10 ડિગ્રી તાપમાન થતા ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

અચાનક વધેલી કડકડતી ઠંડીથી સ્થાનિકો તથા પ્રવાસીઓ બંને ઠુંઠવાઈ ગયા છે. ગત રાત્રે ઠંડી વધતા અનેક લોકોએ તાપણાનો સહારો લીધો હતો, જ્યારે વહેલી સવારે ઠંડીના કારણે પ્રવાસીઓ હોટલની બહાર ન નીકળ્યા. પરિણામે સાપુતારાના માર્ગો સુમસામ બની ગયા હતા. સર્પગંગા તળાવનું પાણી ઠંડુગાર બનતાં વિસ્તારની હવા વધુ શીતળ બની ગઈ છે. પર્યટન સ્થળ હોવા છતાં ઠંડીના ચમકારાને કારણે પ્રવાસન પ્રવૃત્તિઓમાં થોડો ધીમો પડકાર જોવાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો