Banaskantha : ધાણધાર વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા, ખેડૂતો અને પશુપાલકોને પારાવાર મુશ્કેલી, જુઓ Video

Banaskantha : ધાણધાર વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા, ખેડૂતો અને પશુપાલકોને પારાવાર મુશ્કેલી, જુઓ Video

| Edited By: | Updated on: Jun 08, 2025 | 8:40 AM

પાલનપુર અને વડગામ તાલુકાનો ધાણધાર વિસ્તાર જે દસ વર્ષ અગાઉ ભૂગર્ભજળથી સમુદ્ધ હતો. તે આજે પાણી માટે વલખા મારી રહ્યો છે. કારણ કે છેલ્લા દસ વર્ષમાં પાણીના ભૂગર્ભજળ ઊંડા ઊતરી ગયા છે.

પાલનપુર અને વડગામ તાલુકાનો ધાણધાર વિસ્તાર જે દસ વર્ષ અગાઉ ભૂગર્ભજળથી સમુદ્ધ હતો. તે આજે પાણી માટે વલખા મારી રહ્યો છે. કારણ કે છેલ્લા દસ વર્ષમાં પાણીના ભૂગર્ભજળ ઊંડા ઊતરી ગયા છે. નદી નાળા સુકાઈ ગયા છે. તો બીજી તરફ ખેડૂતો અને પાણી આપી શકે એવા નથી કોઈ ડેમ અથવા તો કોઈ કેનાલ નથી. ત્યારે ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે.

ગ્રામજનોને પણ પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સ્થાનિકોને મોટી આશા છે કે નર્મદાની જે પાઇપલાઇન દ્વારા સરકારની સૌની યોજના હેઠળ ગામડે ગામડે તળાવ ભરવાનું અને મુક્તેશ્વર અને ધર્માવદ તળાવમાં પાણી નાખવાનું કામ છે. તે ઝડપથી થાય. જેથી આસપાસના ગામનાં પાણીના તળ ઊંચા આવે અને આ સમસ્યામાંથી મૂક્તી મળે.

પશુપાલકોને પારાવાર મુશ્કેલી

બનાસકાંઠામાં પાણીની સ્થિતિને લઈને સરકાર પણ ચિંતિત છે. ભૂગર્ભ જળ માટે જળ સિંચાઈ અંતર્ગત બનાસકાંઠામાં સતર સૌથી વધુ તળાવો ઊંડા કરાયા છે. બે હજાર ચાર સોથી વધુ ચેકડેમ નદીનાળાને રિચાર્જ કરવાની કામગીરી કરાઈ છે. આ સાથે જ બનાસ ડેરીના સહયોગથી જિલ્લામાં પચાસ હજાર વૉટક રિચાર્જ કુવા કરવાનું બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

જોકે હાલતો જળ સંચય અભિયાન દ્વારા બનાસકાંઠાના ભૂગર્ભજળ ઊંચા લાવવા માટેનું એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જે માટે નર્મદા પાઈપલાઈનથી લઈ સૌની યોજના દ્વારા ભૂગર્ભજળ ઊંચા લાવવાના પ્રયત્ન થઈ રહ્યો છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 08, 2025 08:23 AM