માનવતાને લજવતી ઘટના, સુરેન્દ્રનગરમાં 77 વર્ષના વૃદ્ધા પર દુષ્કર્મ- Video

સુરેન્દ્રનગરથી એક એવા સમાચાર આવ્યા છે જેનાથી સમગ્ર સભ્ય સમાજનું માથુ શર્મથી ઝુકી જાય. અહીં ચોરીના ઈરાદે આવેલા એક નરાધમે 77 વર્ષના વૃદ્ધ માજી પર દુષ્કર્મ આચર્યુ છે.

| Edited By: | Updated on: Feb 06, 2025 | 9:08 PM

સુરેન્દ્રનગરમાં માનવતાને લજવતી ઘટના સામે આવી છે. જ્યાં એકલવાયુ જીવન જીવતા એક 77 વર્ષના માજી પર કોઈ નરાધમ શખ્સે દુષ્કર્મ આચર્યુ છે. આરોપીએ રાતના સમયે વૃદ્ધાના ઘરના નળિયા ખસેડી પ્રવેશ કર્યો અને રૂપિયાની માગ કરી. જો કે વૃદ્ધા પાસેથી રૂપિયા ન મળ્યા તો આરોપીએ વૃદ્ધ માજી સાથે દુષ્કર્મ આચર્યુ અને ફરાર થઈ ગયો. ઘટનાની જાણ થતા પાણશીણા પોલીસે સ્થળ પર પહોંચીને વૃદ્ધાને હોસ્પિટલ ખસેડી અને વિવિધ ટીમ બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે, આવી ઘટના બનતા લોકોમાં રોષ છે. લોકોએ આરોપી સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

જો કે આ પહેલીવાર નથી આ પહેલા પણ 70 વર્ષના એક વૃદ્ધા પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી. ત્યારે રાજ્યમાં છાશવારે બનતી દુષ્કર્મની ઘટનાઓ મહિલા સલામતીના દાવા સામે પ્રશ્નાર્થ ખડા કરે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો