Vadodara : સેન્ટ્રલ જેલમાં સાત કેદીઓનો આપઘાતનો પ્રયાસ, તબિયત લથડતા SSG હોસ્પિટલમાં ખસેડાયા

Vadodara : સેન્ટ્રલ જેલમાં સાત કેદીઓનો આપઘાતનો પ્રયાસ, તબિયત લથડતા SSG હોસ્પિટલમાં ખસેડાયા

| Edited By: | Updated on: Sep 22, 2022 | 8:43 AM

કેદીઓએ સમયસર ભોજન ન મળતું હોવાનો જેલના પોલીસ અધિકારીઓ (POlice officers) પર આક્ષેપ કર્યા છે.હાલ તમામ કેદીઓને (prisoners) સારવાર માટે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

વડોદરામાં સેન્ટ્રલ જેલમાં (Vadodara Central jail) એક સાથે સાત કેદીઓએ આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે. સેન્ટ્રલ જેલમાં જ કેદીઓએ આત્મહત્યાની કોશિશ કરી હતી. તબિયત લથડતા હાલ તમામ કેદીઓને (prisoners) તાત્કાલિક સારવાર માટે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે, ટિફિન મુદ્દે જેલ તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાનો વિરોધ કરવા કેદીઓએ (prisoners protest)આ પ્રકારનું કૃત્ય કર્યું છે.

કેદીઓએ જેલર પર લગાવ્યા ગંભીર આરોપ

બીજી તરફ કેદીઓએ જેલના પોલીસ અધિકારીઓ (POlice officers) વિરૂદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે. જેલમાં સમયસર ભોજન પણ ન મળતું હોવાનો કેદીઓએ આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, સેન્ટ્રલ જેલમાં (Central Jail) અધિકારીઓ બેરેકમાંથી બહાર પણ ના નીકળવા દેવાનો આરોપ લગાવ્યો છે. ઠગ હર્ષિલ લીંબચીયાના જણાવ્યા અનુસાર જેલર વાઘેલા વાંરવાર ત્રાસ આપતા હતા. તો ટિફિન બંધ કરાવ્યાનું અને પૈસા માંગતા હોવાને પણ તેણે આરોપ લગાવ્યો છે.એક સાથે મોટી માત્રામાં કેદીઓના આપઘતાથી હાલ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

Published on: Sep 22, 2022 08:40 AM