DAMAN: સરકારી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડે બાળકીને પીંખી નાખી, પોલીસે આરોપીને કર્યો જેલ હવાલે

| Edited By: | Updated on: Jan 16, 2022 | 7:48 AM

માતાને સમગ્ર ઘટના અંગે જાણ થતા તે પોલીસને આ અંગે માહિતી આપે છે. જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સિક્યુરિટી ગાર્ડને ઝડપી લીધો હતો. મૂળ બિહારનો વતની એવો આરોપી વતન જવાની ફિરાકમાં હતો.

દમણ (Daman)ની મરવડ સરકારી હોસ્પિટલ (Marwad Government Hospital) માં એક માસુમ સાથે દુષ્કર્મ (Rape) ની ઘટના બની છે. મરવડ સરકારી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડે (Security guard) જ 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યાનું બહાર આવચા ચકચાર મચી ગઇ છે. જો કે પોલીસ ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લઇ કોર્ટમાં રજુ કર્યો હતો.

કેવી રીતે બન્યો બનાવ?

ગુજરાતમાં બાળકીઓ સાથે અવારનવાર દુષ્કર્મ થયાની ઘટનાઓ સામે આવે છે. વધુ એક આવી જ બાળકી સાથેની દુષ્કર્મની ઘટના દમણમાં સામે આવી છે. દમણની મરવડ સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે એક માતા પોતાની 11 વર્ષની બાળકીને લઇને જાય છે. આ દરમિયાન હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડે પાણી પીવાના બહાને પોતાની પાસે બોલાવી હતી. સિક્યુરિટી ગાર્ડ કોઇ આસપાસ ન હોવાનો ગેરફાયદો ઉઠાવીને બાળકીને પાસેના રુમમાં લઇ જાય છે અને તેના પર દુષ્કર્મ આચરે છે. ઘટના બાદ આરોપી સિક્યુરિટી ગાર્ડ ત્યાંથી ફરાર થઇ જાય છે.

પોલીસે આરોપીને ઝડપી લીધો

માતાને સમગ્ર ઘટના અંગે જાણ થતા તે પોલીસને આ અંગે માહિતી આપે છે. જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સિક્યુરિટી ગાર્ડને ઝડપી લીધો હતો. મૂળ બિહારનો વતની એવો આરોપી વતન જવાની ફિરાકમાં હતો. જો કે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી અને તેને દમણ કોર્ટમાં રજુ કર્યો હતો. કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ પણ વાંચોઃ

Rajkot : ધોરાજીમાં ઘણા સમયથી ધૂળ ખાતી RTPCR લેબ ફરી શરુ, 60 જેટલા ગામોને મળશે લાભ

આ પણ વાંચોઃ

Chhota Udepur: ST ડેપોમાં એક વર્ષના બાળકને ત્યજીને પિતા ફરાર, આખી રાત યુવાનોએ આ રીતે બાળકને સાચવ્યો, જુઓ વીડિયો