દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો, માછીમારોને દરિયો ના ખેડવા સૂચન

|

Jan 22, 2022 | 4:35 PM

દ્વારકાના દરિયામાં પણ ભારે કરન્ટ સાથે તેજ પવન ફૂંકાયો છે. તેમજ તેના લીધે દરિયા કિનારે લાંગરેલી બોટોને પણ તેજ પવન ફૂંકાવાના કારણે નુકસાન થવાની ભીતિ છે.

ગુજરાતના(Gujarat)  વાતાવરણમાં(Weather)  ફરી એકવાર બદલાવ જોવા મળી રહ્યો છે. જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફુંકાઈ રહ્યો છે. જેમાં દ્વારકા(Dwarka)  જિલ્લામાં તેજ પવન સાથે ધુમ્મસની ચાદર પણ છવાયેલી જોવા મળી રહી છે. તેમજ તેજ પવન સાથે વાતાવરણમાં ભારે પલ્ટો જોવા મળ્યો છે. જેમાં દ્વારકાના દરિયામાં પણ ભારે કરન્ટ સાથે તેજ પવન ફૂંકાયો છે. તેમજ તેના લીધે દરિયા કિનારે લાંગરેલી બોટોને પણ તેજ પવન ફૂંકાવાના કારણે નુકસાન થવાની ભીતિ છે.

રાજ્યમાં તાપમાનમાં વધારો થવાથી ઠંડી ઓછી થઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી અઠવાડિયાથી મહત્તમ તાપમાનમાં 4 ડીગ્રી સુધીનો વધારો થતાં લોકોને ઠંડીથી રાહત મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 21 અને 22 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. જ્યારે 23 જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ, મહિસાગર અને દાહોદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

બે દિવસ પછી ઠંડી વધશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 21 જાન્યુઆરીએ મહેસાણા, દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે તેમજ 23 જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર અને સુરતમાં હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે બે દિવસ બાદ ઠંડીનો પ્રકોપ વધશે.

માછીમારોને દરીયો ન ખેડવાની સલાહ

આગામી પાંચ દિવસ કચ્છ- સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાવવાની સંભાવના છે. જખૌ, માંડવી, મુંદ્રા, કંડલા, નવલખી, જામનગર, ઓખા અને પોરબંદરના દરિયાકિનારે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેથી હવામાન વિભાગે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો :  Surat : કોરોનાના કેસ વધતા સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાયની તમામ સર્જરી બે મહિના સુધી બંધ

આ પણ વાંચો :  ગુજરાતમાં 900 બેંક કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો, બેંકની ઘણી શાખાઓને પાંચ દિવસ બંધ રાખવાની ફરજ પડી

Next Video