Breaking News : ₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા, મુખ્ય આરોપીઓ ઝડપાયા, જુપ Video

| Updated on: Sep 15, 2026 | 12:14 AM

SD પે એપમાં થયેલા ₹600 કરોડથી વધુના મહાફ્રોડમાં અમરેલી પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ મહેસાણાના ધવલ પટેલ અને હિરેન શાહ સહિત આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઓડિશામાંથી પણ બે શખ્સોની ધરપકડ કરાઈ છે. આ કેસમાં તપાસ ચાલુ છે અને વધુ ખુલાસાની શક્યતા છે.

SD પે એપ્લિકેશનમાં રૂ. 600 કરોડથી વધુના ફ્રોડના મામલે અમરેલી પોલીસને મોટી સફળતા મળી છે. લાંબા સમયથી તપાસ કરી રહેલી પોલીસ ટીમે ફ્રોડ સાથે સંકળાયેલા આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે.

આ મામલે પોલીસે ઓડિશાના સંભલપુરમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓ ગુજરાત પાસિંગની ગાડીમાં સવાર હતા. તેમની હિલચાલ અંગે મળેલી માહિતીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી બંનેને ઝડપી લીધા હતા.

આ કેસમાં પોલીસે મહેસાણાના રહેવાસી ધવલ પટેલને પણ ઝડપી પાડ્યો છે. ધવલ પટેલને આ સમગ્ર ફ્રોડનો માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યું છે. તેની સાથે અન્ય એક આરોપી હિરેન શાહની પણ ધરપકડ કરવામાં આવી છે.

SD પે એપ્લિકેશનમાં થયેલા આ મોટા ફ્રોડની તપાસ હજુ ચાલુ છે. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સમગ્ર નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ આગળ વધતા આ કેસમાં વધુ આરોપીઓના નામ સામે આવે તેવી શક્યતા છે.

વડોદરા એમ.એસ. યુનિવર્સિટી હોસ્ટેલ રસોડામાંથી પ્રતિબંધિત એનાલોગ ચીઝ અને વાસી ખોરાક મળ્યો

Published on: Sep 15, 2026 12:12 AM
Follow Us
Loading...
Unable to load recommendations.