આજનું હવામાન : ગુજરાતના આ વિસ્તારમાં કાળઝાળ ગરમીની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતના આ વિસ્તારમાં કાળઝાળ ગરમીની આગાહી, જુઓ Video

| Updated on: Feb 27, 2025 | 7:37 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 2 થી 3 ડીગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તરથી પૂર્વ દિશા તરફ પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 2 થી 3 ડીગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તરથી પૂર્વ દિશા તરફ પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવે છે. 27 ફેબ્રુઆરી સુધી ગરમ અને ભેજવાળા પવન ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં તાપમાન સામાન્ય કરતા ઊંચુ રહે તેવી શક્યતા છે.

માવઠાની આગાહી

બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલેની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચના બીજા સપ્તાહમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શક્યતામાં વધારો થશે. 28 ફેબ્રુઆરી સુધી અનેક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. માર્ચ મહિનાની શરૂઆતમાં પણ માવઠું પડી શકે છે.7થી 10 માર્ચ દરમિયાન ફરીવાર એક વાર કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.