વડોદરામાં બાળકોને સ્કૂલે લઈ જતી સ્કૂલ વાનને નડ્યો અકસ્માત, બાળકીનો આબાદ બચાવ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 17, 2023 | 4:51 PM

બાળકોની સ્કૂલ વાન સાથે ઓવર સ્પીડિંગને કારણે અથવા અન્ય બીજા કારણોને લઈ અકસ્માત થતો હોય છે. આ વચ્ચે વડોદરાના બાળકોને સ્કૂલે લઈ જતી સ્કૂલ વાનને અકસ્માત નડ્યો છે. ઝાડ સાથે સ્કૂલ વાન અથડાતાં અકસ્માત સર્જાયો હતો. ભીમનાથ બ્રિજ પાસેનો આ સમગ્ર બનાવ છે. સદનસીબે આ ઘટના બાદ જાનહાનિના કોઈ સમાચાર સામે નથી આવ્યા. વાનના પતરું કાપી ડ્રાઈવરને બહાર પણ કાઢ્યો હતો.

વડોદરામાં બાળકોને સ્કૂલે લઈ જતી સ્કૂલ વાનને અકસ્માત નડ્યો છે. ભીમનાથ બ્રિજ પાસે ઝાડ સાથે સ્કૂલ વાન ભટકાતાં અકસ્માત સર્જાયો છે. વાનનું પતરું કાપી ડ્રાઈવરને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યો હોવાની માહિતી સામે આવી છે. ઘાયલ વાન ચાલકને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. સ્કૂલ વાનમાં બેસેલી બાળકીને સદનસીબે કોઈ ઈજા થઈ નથી.

આ પણ વાંચો :  વડોદરા :શિનોરમાં નર્મદા નદીમાં તણાયેલા ત્રણ કિશોરોનો હજુ કોઈ પત્તો નહીં, ફરી શોધખોળ શરુ, જુઓ વીડિયો

સ્કૂલ વાન અને બસમાં મોટાભાગે નાના ભૂલકાઓને લઈ જવામાં આવતા હોય છે. ત્યારે અનેક વાર આ બસ અને સ્કૂલ વાન સાથે આવા અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે વડોદરામાં પણ આ પ્રકારનો બનાવ બન્યો છે. કઈ રીતે આ વાન ઝાડ સાથે અથડાઇ તેને લઈને હજુ સુધી કોઈ માહિતી સામે નથી. પરંતુ આ અંગે ચોક્કસ તપાસ કરવી જરૂરી છે કે કયા કારણે આ અકસ્માત સર્જાયો. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ જો દુર્ઘટના ઘટી હોટ તો જવાબદાર કોણ તેને લઈ અનેક પ્રશ્નો છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 17, 2023 04:50 PM