Rajkot : RTOની બોગસ પહોંચ બનાવી ડિટેઈન વાહન છોડાવવાનું કૌભાંડ ઝડપાયુ, 2 આરોપી સકંજામાં

| Edited By: | Updated on: Jan 12, 2023 | 8:34 AM

સમગ્ર કૌભાંડની વાત કરીએ તો આરોપી અશોક ટાંક RTO એજન્ટનું કામ કરતો હતો અને આરટીઓ કચેરીએ ડીટેઇન થયેલા વાહનોના દંડ ભરવા આવતા લોકો પાસેથી દંડની રકમ લઈ નકલી પહોંચ બનાવી આપતો હતો.

રાજકોટમાં RTO ની બોગસ પહોંચ બનાવી ડિટેઈન વાહન છોડાવવાનું કૌભાંડ ઝડપાયું છે. રૂરલ SOGએ કૌભાંડમાં સામેલ 2 આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર કૌભાંડની વાત કરીએ તો આરોપી અશોક ટાંક RTO એજન્ટનું કામ કરતો હતો. અને આરટીઓ કચેરીએ ડીટેઇન થયેલા વાહનોના દંડ ભરવા આવતા લોકો પાસેથી દંડની રકમ લઈ નકલી પહોંચ બનાવી આપતો હતો. અને આ નકલી પહોંચના આધારે દંડ ભરનાર વાહનો છોડાવતા હતા.

RTOનો દંડ વસૂલીને અપાતી બોગસ રસીદો

આ કામમાં આરોપી રાજદિપસિંહ રાણા આરટીઓ કચેરી રાજકોટના નામની બનાવટી રસીદો તૈયાર કરી RTOના નામનું ખોટું રાઉન્ડશીલ અને અધિકારીની બનાવટી સહી કરી આપતો હતો. સાથે જ દંડની રકમ પચાવી પાડી ગેરકાયદે કૌભાંડ આચરતા હતા. હાલ પોલીસે બંને આરોપીની પુછપરછ હાથ ધરી છે. સાથે જ આરટીઓ કચેરીમાંથી કોઈ અન્ય કર્મચારી કૌભાંડમાં સામેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ કરી છે.

Published on: Jan 12, 2023 07:42 AM