Gujarati Video: સાવજડા સેંજળ પીવે, તરસી સિંહણો ગ્રામ્ય વિસ્તારોમાં આવી કુંડીમાંથી પીવા લાગી પાણી, જુઓ Video

|

Feb 25, 2023 | 11:33 PM

Gir Somnath: ઉનાળાની શરૂઆત થતા જ જંગલ વિસ્તારમાંથી પાણીની શોધમાં સાવજો હવે રહેણાંક વિસ્તારમાં આવવા લાગ્યા છે. આવી જ બે તરસી સિંહણો પાણીની શોધમાં ગામમાં આવી ગઈ હતી અને કુંડીમાંથી પાણી પીતી કેમેરામાં કેદ થઈ છે.

ગીરની ભૂમિ એ સાવજની ભૂમિ છે. આ સાવજોનો રહેણાંક વિસ્તાર છે. ત્યારે ક્યારેક ક્યારેક આ સાવજો તેમનો રહેણાંક વિસ્તાર છોડી ગામોમાં પણ આવી ચડતા હોય છે. ગીરસોમનાથના એક ગામમાં પાણીની શોધમાં ગામમાં આવી ચડેલી આવી જ બે સિંહણોનો વીડિયો સામે આવ્યો છે. જેમા બે તરસી સિંહણો પાણીની શોધમાં ગામમાં આવી ચડે છે અને કુંડીમાંથી પાણી પીતી દૃશ્યોમાં જોઈ શકાય છે.

ઉનાળાનો પ્રારંભ થતા જ હવે જંગલ વિસ્તારમાં પાણી ન મળતા સિંહણો હવે પાણીની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશી રહી છે. જયાં બંને સિંહણ પાણીની કુંડીમાં પાણી પીતી નજરે પડી હતી. સિંહણોએ પોતાની તરસ કુંડીમાંથી પાણી પીને છીપાવી હતી.

જો કે ગામમાં દિવસે સિંહણ જોવા મળતા ગ્રામજનોમાં થોડો ફફડાટ પણ ફેલાયો હતો. પરંતુ પાણી પીને આ સિંહણો ફરી જંગલ બાજુ ચાલી નીકળી હતી. આ વીડિયોના પગલે વનવિભાગ સિંહો માટે ઉનાળામાં પાણીની વ્યવસ્થા કરે તેવી લોક માગ ઉઠી હતી.

આ પણ વાંચો: Gujarati Video : અમરેલીમાં બળદથી ડરીને ભાગ્યા સિંહ અને તેના પાઠડા, જુઓ વાયરલ Video

આ તરફ અમરેલી જિલ્લામાં સિંહનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની નજીક મોલ આવેલો છે. તેની ગેલેરીમાં મોડી રાતે સિંહ શિકારની શોધમાં ઘૂસ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વનના રાજા મોલની અંદર ઘૂસી ગયા હતા. જેને લઈ સિક્યુરિટી સહિત કર્મચારીઓ અને વસવાટ કરતા પરપ્રાંતિય લોકોમાં ભય ફેલાયો હતો.

Published On - 11:32 pm, Sat, 25 February 23

Next Video