Gujarat Video: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સેનેટ સભ્યોની ચૂંટણી જાહેર કરી, 5 જિલ્લાઓમાં થશે મતદાન પ્રક્રિયા
Saurashtra University declares dates for senate elections

Gujarat Video: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સેનેટ સભ્યોની ચૂંટણી જાહેર કરી, 5 જિલ્લાઓમાં થશે મતદાન પ્રક્રિયા

| Edited By: | Updated on: Jun 21, 2023 | 11:56 AM

Saurashtra University: 9 સેનેટ સભ્યોને લઈને ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ માટે 5 જિલ્લાઓમાં 9 મતદાન મથકો તૈયાર કરવામાં આવનાર છે. 22 જુલાઈએ મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે.

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) ના સેનેટની ચૂંટણી જાહેર થઈ છે. આગામી 22 જુલાઈએ ચૂંટણી પ્રક્રિયા યોજાશે. 9 સેનેટ બેઠકો માટે થઈને આ ચૂંટણી યોજાનાર છે. આ માટે થઈને સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં 9 મતદાન બેઠકો પર મતદાન કરવાાંમાં આવશે. અલગ અલગ બેઠકો અને વિભાગો માટે થઈને ચૂંટણી પ્રક્રિયા થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માટે ચૂંટણીને લઈ આયોજન શરુ કરી દીધુ છે અને તારીખો જાહેર થતા સેનેટ માટેના ઉમેદવારોના ફોર્મ ભરવાની કાર્યવાહી નિયત કાર્યક્રમ મુજબ હાથ ધરાશે.

ગ્રામિધાશાખાની 1 બેઠક, આર્કિટેક્ચર વિભાગની 1 બેઠક, પર્ફોમિંગ આર્ટ્સની 1 બેઠક માટે ચૂંટણી થશે. માધ્યમિક શાળા આચાર્ય અને માધ્યમિક શાળા શિક્ષકની 2-2 બેઠક માટે ચૂંટણી યોજાનાર છે. આ માટે થઈને પાંચ જિલ્લાઓમાં મતદાન મથક તૈયાર કરવામાં આવશે. આમ ચૂંટણી આડે હવે એક માસનો સમય છે અને આ દરમિયાવન સેનેટના સભ્યને લઈ ચૂંટણીનો માહોલ જોવા મળશે.

 

આ પણ વાંચોઃ  World Cup: વન ડે વિશ્વ કપનુ શેડ્યુલ પાકિસ્તાનને લઈ મોડુ થઈ રહ્યુ છે, હજુ 2 મોટા ફેરફારની માંગ કરી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો