Monsoon 2023 : વરસાદની રાહ જોઇ રહેલા ખેડૂતોને મળશે રાહત ? અંબાલાલ પટેલે આ આગાહી કરી, જૂઓ Videoમાં શું ક્હ્યું

|

Aug 24, 2023 | 4:11 PM

જુલાઇમાં ભરપુર વરસાદ (Rain)  પડ્યા બાદ ઓગસ્ટ મહિનામાં જાણે વરસાદ ખેંચાયો છે. જુદા જુદા વિસ્તારમાં વરસાદના માત્ર ઝાપટા પડી રહ્યા છે. ત્યારે હવે વરસાદની રાહ જોઈ રહેલા ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. વરસાદને લઇને હવામાન વિભાગે પણ આગાહી કરી છે.

Monsoon 2023 : જુલાઇમાં ભરપુર વરસાદ (Rain)  પડ્યા બાદ ઓગસ્ટ મહિનામાં જાણે વરસાદ ખેંચાયો છે. જુદા જુદા વિસ્તારમાં વરસાદના માત્ર ઝાપટા પડી રહ્યા છે. ત્યારે હવે  વરસાદની રાહ જોઈ રહેલા ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આજે અને આવતીકાલે 25 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) કરી છે.

આ પણ વાંચો- Surat : તહેવારોને ધ્યાને રાખી SMCના ફૂડ સેફ્ટી વિભાગના દરોડા, માવાના વિક્રેતાઓને ત્યાંથી લેવાયા નમુના, જૂઓ Video

હવામાન વિભાગના આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી અને ભરૂચમાં વરસાદી ઝાપટા પડશે. જયારે 27 તારીખે ગુજરાતમાં સારો વરસાદ પડશે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં સારા વરસાદની શક્યતા છે. બીજી તરફ પ્રશાંત મહાસાગર અને બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા છે. અરબ સાગરમાં પણ હવાનું હળવું દબાણ સર્જાય તેવી સંભાવના છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video