સરદારધામે સમાજ માટે કામ કરવાની એક પદ્ધતિ વિકસાવી : સીએમ ભૂપેન્દ્ર પટેલ

| Edited By: | Updated on: Jan 23, 2022 | 8:46 PM

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સરદારધામે સમાજ માટે કામ કરવાની એક પદ્ધતિ વિકસાવી છે.. જે દરેક સમાજે શીખ લેવા જેવી બાબત છે.

અમદાવાદમાં(Ahmedabad)સરદારધામને(Sardardham)લઇને સીએમ ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સરદારધામે સમાજ માટે કામ કરવાની એક પદ્ધતિ વિકસાવી છે.. જે દરેક સમાજે શીખ લેવા જેવી બાબત છે.. રોડમેપ તૈયાર કરવો અને સમાજ માટે રોડમેપ પ્રમાણે કામ કરીને બતાવવું આ બંને બાબતોને સરદારધામે એકસાથે આગળ વધારી છે..વિદ્યાર્થીઓને ઝડપથી લાભ મળતો થઈ જવો તે ખૂબ મોટી વાત છે.. તો બીજી તરફ વઢવાણના ધારાસભ્યએ વિદ્યાર્થી દત્તક યોજનામાં 5 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે…મહત્વનું છે કે, અમદાવાદમાં નિર્માણ પામી રહેલા સરદાર ધામમાં નવનિર્મિત ઈ-લાયબ્રેરીનું પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલે ઉદઘાટન કર્યું.આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રવિવારે અમદાવાદમાં નિર્માણ પામી રહેલા સરદાર ધામમાં નવનિર્મિત ઈ-લાયબ્રેરીનું ઉદઘાટન કરાયું છે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે ઈ-લાયબ્રેરીનું લોકાર્પણ કરાયું છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2021માં વિડીયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદના સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું હતું. આ ભવન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગ્રામીણ વિસ્તારોની વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને છાત્રાલયની સુવિધા પૂરી પાડશે. પાટીદાર સમાજ દ્વારા વિકસિત આ સંકુલમાં વિદ્યાર્થીઓને વાજબી દરે તાલીમ, બોર્ડિંગ અને રહેવાની સગવડ મળશે. PM મોદીએ વીડિયો-કોન્ફરન્સ દ્વારા સરદારધામ ફેઝ-2 ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન પણ કર્યું હતું.

આ પણ  વાંચો :  ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો, નવા 16,617 કેસ નોંધાયા, 19 મૃત્યુ

આ પણ  વાંચો :  દ્વારકાધીશનું મંદિર સોમવારથી ફરી ખુલશે, કોરોના ગાઇડલાઇનના પાલન સાથે દર્શન કરી શકાશે