Narmada: સરદાર સરોવર ડેમની જળસપાટી 134 મીટરે પહોંચી, 49 હજાર ક્યુસેક પાણીની આવક, જુઓ Video

| Edited By: | Updated on: Sep 06, 2023 | 11:40 PM

નર્મદા ડેમમાં પાછલા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ 70 હજાર ક્યુસેક આવક થઈ છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાંથી અંદાજે 19 હજાર ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. સરદાર સરોવર ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે. ત્યારે હાલમાં ડેમની જળસપાટી 134 મીટરે પહોંચી છે.

Narmada : રાજ્યની જીવાદોરી સમાન નર્મદાના સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) જળસપાટી 134 મીટર પર પહોંચી છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં 49 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમમાં પાછલા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ 70 હજાર ક્યુસેક આવક થઈ છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાંથી અંદાજે 19 હજાર ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. સરદાર સરોવર ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે.

આ પણ વાંચો સાંસદ મનસુખ વસાવાના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પર ગંભીર આક્ષેપ, 6 મહિના પહેલા બનેલી હોસ્પિટલનું ઉદ્ધાટન નથી કરાતું, જુઓ Video

સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવકના કારણે વરસાદના વિરામ વચ્ચે પણ ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે અને તેની મહત્તમ સપાટી 138.68 મીટર તરફ આગળ વધી રહી છે. બીજી તરફ લાંબા વિરામ બાદ આજે રાજ્યના અનેક વિસેતારોમાં વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

 નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો