આનંદો…ગુજરાત નહીં રહે તરસ્યું, સરદાર સરોવર ડેમ હજુ પણ 64 ટકા ભરાયેલો છે

|

Feb 18, 2024 | 11:40 AM

આપણે સાંભળતા આવ્યા છીએ કે નદીઓ લોકો માટે જીવાદોરી હોય છે. ગુજરાતવાસીઓ માટે આનંદના સમાચાર આવી રહ્યા છે કે આ વખતે આકરો ઉનાળો હશે તો પણ ગુજ્જુ લોકો પાણી વગર તરસ્યા નહીં રહે. સરદાર સરોવર ડેમ હજુ પણ 64 ટકા ભરાયેલો છે.

આ વખતે સૂર્યનારાયણ ગમે તેટલા તપસે પણ ગુજરાતવાસીઓને પાણીની તંગી નહીં પડે. કેમ કે સરદાર સરોવર ડેમ હજુ પણ 64 ટકા ભરાયેલો છે. હાલ પણ નર્મદા ડેમની સપાટી 129.85 મીટર નોંધાઈ છે. તેમજ ઉપરવાસમાંથી પાવર હાઉસ ચાલતા 13,779 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પીવા અને સિંચાઈ માટે 18,229 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જે ખૂબ આનંદની વાત છે.

પાણીની રામાયણ નહીં સર્જાય

ઉનાળો શરૂ થતાં જે રીતે પાણીની રામાયણ સર્જાય છે તે આ વખતે નહી થાય. આકરા ઉનાળામાં ગુજરાત પાણી વગર હવે તરસ્યું નહીં રહે. પીવા અને સિંચાઈ માટે 18,229 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તેમજ નર્મદા ડેમમાં 3187.94 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો હાલમાં છે. ઉનાળામાં પણ રાજ્યના લોકોને પાણી માટે વલખા મારવા નહીં પડે. આકરા ઉનાળામાં પણ ગુજરાત વાસીઓને પીવા અને સિંચાઈનું પાણી મળી રહેશે.

Next Video