મહેસાણાના વીજાપુરના મરચાંના લેવાયેલ સેમ્પલ ફેલ, ભેળસેળને લઈ 10.45 લાખનો જથ્થો જપ્ત

|

Dec 13, 2023 | 8:36 PM

મહેસાણા જિલ્લાના ઉંઝામાં શંકાસ્પદ જીરુંનો જથ્થો જપ્ત કરવામાં આવ્યા બાદ હવે મરચાંના સેમ્પલનો રિપોર્ટ નિષ્ફળ થયા છે. વિજાપુરમાંથી ફૂડ વિભાગે મરચાંના સેમ્પલ લીધા હતા. મરચાંનો જથ્થો શંકાસ્પદ જણાતા ફૂડ વિભાગે સેમ્પલ લીધા હતા અને જેને પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જેના બાદ હવે સેમ્પલ ફેલ થતા કાર્યવાહી હાથ ધરાઈ છે.

મહેસાણાં જિલ્લાના ઉંઝામાં નકલી જીરુંની આશંકાએ ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. લાખો રુપિયાના શંકાસ્પદ જીરાંના જથ્થાને જપ્ત કરવાાં આવ્યું છે. ત્યાં હવે વિજાપુરમાંથી લેવાય મરચાંના સેમ્પલ નિષ્ફળ થયા છે. ગત મે માસ દરમિયાન જિલ્લા ફૂડ વિભાગે મરચાંના સેમ્પલ લીધા હતા. જે સેમ્પલ નિષ્ફળ નિવડ્યા છે.

મરચાંને રંગ ભેળવીને તૈયાર કરીને વેચવામાં આવતા હોવાની આશંકાએ તપાસ કરવામાં આવી હતી. આમ ઉમિયા ગોડાઉનમાં 10.45 લાખના મરચાંના જથ્થાને સેમ્પલ ફેલ થવાને લઈ જપ્ત કરવામાં આવ્યા છે. રિપોર્ટ બાદ હવે ફૂડ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સ્થળેથી બીજી વાર ભેળસેળનો મામલો સામે આવ્યો છે.

આ પણ વાંચોઃ  IPL 2024 ની હરાજીમાં ગુજરાતના આ ખેલાડીઓના કિસ્મત ચમકશે! જુઓ યાદી

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video