બનાસકાંઠામાં મિઠાઈના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગની સતત કાર્યવાહી, ભેળસેળની આશંકાએ તપાસ

|

Nov 11, 2023 | 11:30 AM

બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા મિઠાઈના વેપારીઓને ત્યાં દુકાનમાં ચેકિંગ હાથ ધર્યુ છે. હલકી ગુણવત્તા સહિતની કામગીરીની સામગ્રી વપરાતી હોય એવી ફરિયાદો ઉઠી છે. જેને પગલે દિવાળીના તહેવારો પહેલા ઈકબાલગઢ વિસ્તારમાં આરોગ્ય વિભાગે તપાસ શરુ કરી છે.

બનાસકાંઠા જિલ્લાના ઈકબાલ ગઢ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જિલ્લામાં અનેક સ્થળો પરથી મિઠાઈમાં ભેળસેળની આશંકાએ તંત્રએ સેમ્પલ લેવાની કાર્યવાહી કરી હતી. હજુ વધુ સ્થળો પરથી મિઠાઈ ભેળસેળ સાથે તૈયાર કરાયાની આશંકાએ તપાસ કરવામાં આવી હતી. ઈકબાલ ગઢ વિસ્તારમાં પણ આવી જ રીતે 5 દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ બાયડમાં મામલતદાર સામે અપક્ષ MLAની દાદાગીરી, જાહેરનામા ભંગની કાર્યવાહી કરતા અધિકારીઓને અટકાવ્યા

પાંચ જેટલી દુકાનોમાંથી સેમ્પલ લઈને પરીક્ષણ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘીની હલકી ગુણવત્તા તેમજ અન્ય ચિજોમાં પણ નબળી ગુણવત્તાના સામાનનો ઉપયોગ કરીને મિઠાઈ તૈયાર કરવામાં આવી હોઈ શકે એવી આશંકાએ તપાસ હાથ ધરાઈ હતી.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:27 am, Sat, 11 November 23

Next Video