Surat Video : આરોગ્ય વિભાગે બરફ-ગોલાના વિક્રેતાઓને ત્યાંથી લીધેલા નમૂના નિષ્ફળ, 22 લિટર ક્રિમના જથ્થાનો કર્યો નાશ

|

Apr 06, 2024 | 1:55 PM

સુરતમાં બરફ-ગોલાના વિક્રેતાઓને ત્યાંથી લેવામાં આવેલા નમૂના નિષ્ફળ થયા છે. આરોગ્ય વિભાગે ત્રણ દિવસ પહેલા દરોડા પાડીને 16 એકમોમાંથી નમૂના એકઠા કર્યા હતા. જે પૈકી 3 એકમમાંથી લીધેલા બરફ-ગોલાના નમૂના ફેલ થયા છે.

આકરા ઊનાળામાં ઠંડા ઠંડા બરફના ગોલા ખાવા બધાને ગમે.પરંતુ આ જ આઈસ ડિશ તમારી તબિયત પણ ખરાબ કરી શકે છે. ગમે ત્યાંથી બરફ ગોલા ખાતા પહેલા થઈ જજો સાવધાન. સુરતમાં બરફ-ગોલાના વિક્રેતાઓને ત્યાંથી લેવામાં આવેલા નમૂના નિષ્ફળ થયા છે. આરોગ્ય વિભાગે ત્રણ દિવસ પહેલા દરોડા પાડીને 16 એકમોમાંથી નમૂના એકઠા કર્યા હતા.

જે પૈકી 3 એકમમાંથી લીધેલા બરફ-ગોલાના નમૂના ફેલ થયા છે. બરફ ગોલામાં વપરાતી ક્રિમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું મળી આવ્યું છે. મનપાના આરોગ્ય વિભાગે 22 લિટર ક્રિમના જથ્થોનો નાશ કર્યો છે.

ક્યારે લેવાયા નમૂના

સુરતમાંથી આશરે 2- 3 દિવસ પહેલા બરફ-ગોલાના વિક્રેતાઓને ત્યાંથી લેવામાં આવેલા નમૂના લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગે 16 સ્થળોએ દરોડા પાડી નમૂના લીધા હતા.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video