Gujarati Video: ડીસામાં કમોસમી વરસાદના કહેરથી 400 હેક્ટરમાં વાવેલી સક્કરટેટીને નુકસાન

ડીસાની વાત કરીએ તો અહીં સક્કરટેટી અને મરચાનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ડીસા તાલુકાના વાસડા અને આસપાસના વિસ્તારમાં અંદાજે 400 હેક્ટરમાં વાવેલી સક્કરટેટીમાં 80 ટકા જેટલું નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોએ હેક્ટર દીઠ સવા લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો,

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 11:22 PM

બનાસકાંઠામાં ચારવાર કમોસમી વરસાદ થયો છે જેને કારણે ખેતીના પાકને મોટું નુકસાન થયું છે. બટાટા, એરંડા, જીરૂ અને ઘઉં જેવા પાક સાથે સક્કરટેટી અને મરચાના પાક પણ ધોવાઈ ગયા છે, ત્યારે અહીંના ખેડૂતોને હવે કઈ ચિંતા કોરી ખાય છે એ જાણીએ તો કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે.

ડીસામાં મરચા અને સકકર ટેટીના પાકને નુકસાન

ડીસાની વાત કરીએ તો અહીં સક્કરટેટી અને મરચાનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ડીસા  તાલુકાના વાસડા અને આસપાસના વિસ્તારમાં અંદાજે 400 હેક્ટરમાં વાવેલી સક્કરટેટીમાં 80 ટકા જેટલું નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોએ હેક્ટર દીઠ સવા લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. આ સ્થિતિમાં ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. જો સરકાર ખેડૂતોને સહાય કરે તો તેઓ આ નુકસાનમાંથી બહાર આવી શકશે.

આ પણ વાંચો: Mehsana: પ્રાકૃતિક ખેતી દ્વારા તરબૂચનું મબલખ ઉત્પાદન,1.40 લાખનો માતબર નફો, જાણો મહેસાણાના ખેડૂતની સકસેસ સ્ટોરી

ખેડૂતોને હેક્ટર દીઠ સવા લાખનો ખર્ચ થતો હોય છે અને પાક તૈયાર થયા બાદ એક ખેડૂતને હેક્ટર દીઠ ચારથી પાંચ લાખ રૂપિયા મળતા હોય છે, પરંતુ કમોસમી વરસાદે આ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">