Vadodara Video : શિનોરના સાધલી ગામે MGVCLના કર્મચારીઓની ગંભીર બેદરકારી, JCBથી ખોદકામ કરતા પાણીની મેન લાઈનમાં ભંગાણ

|

Aug 30, 2023 | 2:05 PM

સાધલી ગામના વનકુટિર પાસે MGVCLના કર્મચારીઓએ JCB મશીનથી ખોદકામ કર્યું હતુ.ખોદકામ દરમિયાન કર્મચારીઓની બેદરકારીને કારણે પીવાના પાણીની મેઇન લાઇનમાં ભંગાણ સર્જાયું હતુ. ખોદકામ દરમિયાન કર્મચારીઓની બેદરકારીને કારણે પીવાના પાણીની મેઇન લાઇનમાં ભંગાણ સર્જાયું હતુ. જેને કારણે અડધા ગામના લોકોને પીવાના પાણીથી વંચિત રહેવાનો વારો આવ્યો હતો.જો કે પાણીની લાઇનમાં ભંગાણ સર્જી MGVCLના કર્મચારીઓ ગાયબ થયા છે. જેથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.

Vadodara : વડોદરાના શિનોરના સાધલી ગામમાં MGVCLના કર્મચારીઓની ગંભીર બેદરકારીને કારણે લોકોને તહેવારના દિવસે જ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. MGVCLના કર્મચારીઓને બેદરકારીથી અડધું ગામ પીવાના પાણીથી વંચિત રહ્યું. સાધલી ગામના વનકુટિર પાસે MGVCLના કર્મચારીઓએ JCB મશીનથી ખોદકામ કર્યું હતુ.

આ પણ વાંચો : Vadodara: વડોદરાના પરથમપુરા ગામે ખનીજ માફિયાઓએ અધિકારીઓના વાહનો પર હુમલો કર્યો, જુઓ Video

ખોદકામ દરમિયાન કર્મચારીઓની બેદરકારીને કારણે પીવાના પાણીની મેઇન લાઇનમાં ભંગાણ સર્જાયું હતુ. જેને કારણે અડધા ગામના લોકોને પીવાના પાણીથી વંચિત રહેવાનો વારો આવ્યો હતો. જો કે પાણીની લાઇનમાં ભંગાણ સર્જી MGVCLના કર્મચારીઓ ગાયબ થયા છે. જેથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.

એકાઉન્ટન્ટ પોલીસના સકંજામાં

તો આ તરફ વડોદરામાં ખાનગી કંપનીના લાખો રૂપિયાની ઉચાપત કરનારો એકાઉન્ટન્ટ પોલીસના સકંજામાં આવી ગયો છે. ખાનગી ફૂડ પ્રોડક્ટ કંપનીનું એકાઉન્ટ સંભાળતા અર્પિત માલાણી નામના એકાઉન્ટન્ટે કંપનીના 69.18 લાખ રૂપિયા પોતાના અને પત્ની મોનિકા માલાણીના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી ઉચાપત કરી હતી.

 વડોદરા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video