Sabarkatha: કોંગ્રેસને વધુ એક ઝટકો, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા 22મી ઓગષ્ટે ભાજપમાં જોડાશે
Sabarkatha: ઉત્તરગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો મળશે. અશ્વિન કોટવાલ, કેવલ જોશિયારા બાદ હવે પ્રાંતિજના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાશે. તેઓ 22મી ઓગષ્ટે સી.આર. પાટિલની હાજરીમાં કેસરિયા કરશે
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે કોંગ્રસ (Congress)ને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. કોંગ્રેસના અશ્વિન કોટવાલ અને કેવલ જોશીયારા બાદ વધુ એક પૂર્વ ધારાસભ્ય(MLA) કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે. સાબરકાંઠાના પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા(Mahendrasinh Baraiya) કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થશે. 22મી ઓગષ્ટે તેઓ સી.આર. પાટિલની હાજરીમાં કેસરિયા કરશે. કોંગ્રેસ માટે છેલ્લા લાંબા સમયથી એક સાંધો ત્યાં તેર તૂટેની સ્થિતિ છે. અત્યાર સુધીમાં અનેક કાર્યકર્તાઓ પણ કોંગ્રેસનો સાથ છોડી ચુક્યા છે.
વર્ષ 2017ની ચૂંટણીમાં જે બેઠકો પર ભાજપ ખાસ કંઈ ઉકાળી શકી ન હતી. તેવી બેઠકો પર જીતી શકે તેવા ઉમેદવારને લાવી ભાજપ છેલ્લા એક વર્ષથી ડેમેજ કંટ્રોલ કરવામાં લાગી ગઈ છે. મહેન્દ્રસિંહ પઢિયાર પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય છે અને તેઓ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ ભાજપમાં જોડાશે. તેમના ભાજપમાં લાવવા માટે સૌથી મોટો હાથ ભાજપના દિગ્ગજ નેતા પ્રફુલ પટેલનો છે. ઉત્તર ગુજરાતમાંથી આવતા પ્રફુલ પટેલે આ સમગ્ર ઓપરેશનમાં મધ્યસ્થી કરી હોવાની વાત પણ બહાર આવી રહી છે. પ્રફુલ પટેલની મધ્યસ્થી બાદ જ આ સમગ્ર ઓપરેશન છે તેને હાઈકમાન્ડમાંથી લીલી ઝંડી મળી છે. કારણ કે પ્રાંતિજ વર્ષોથી કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર એવી પણ ચર્ચા છે કે આગામી ચૂંટણીમાં મહેન્દ્રસિંહ બારૈયાને ભાજપના મેન્ડેટ ઉપર પ્રાંતિજ બેઠક પરથી લડાવવામાં આવી શકે છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ગુજરાતમાં તડજોડની રાજનીતિ વધુ તેજ થઈ છે.
ઈનપુટ ક્રેડિટ-કિંજલ મિશ્રા- ગાંધીનગર
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
