Sabarkantha: ઈડરના સંસ્કાર બંગ્લોઝમાં તસ્કરો ત્રાટક્યા, 98 ગ્રામ સોનાની ચોરી આચરી, જુઓ Video
સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ચોરીની ઘટના સર્જાઈ છે. જવાન વિસ્તારમાં આવેલ સંસ્કાર બંગ્લોઝમાં તસ્કરોએ ચોરી આચરતા 6 લાખ 69 હજાર રુપિયાની મત્તા ઉઠાવી ગયા છે. તસ્કરો ઘરના રસોડીના બારીના સળીયા કાપીને અંદર ઘૂસ્યા હતા. બેડરુમમાં રહેલ લાકડાના કબાટમાં રાખેલ સોનાનુ 5 તોલાનુ મંગળસૂત્ર અને 4 તોલાની સોનાની બંગડી તેમજ 4 ગ્રામ સોનાની 2 બુટ્ટી અને 4 ગ્રામ સોનાની એક વિંટી મળીને 98 ગ્રામ સોનાના ઘરેણાંની તસ્કરોએ ચોરી કરી હતી.

આ પણ વાંચોઃ ઈઝરાયલની મદદથી પ્રાંતિજના ખેડૂતો મેળવી રહ્યા છે મોટો ફાયદો, સુંદર સ્મારક સંબંધોની સુવાસ ફેલાવે છે, જુઓ Photo
આ ઉપરાંત ચાંદીના 5 સિક્કા 50 ગ્રામ કુલ વજનના તથા 20 હજાર રુપિયાની રોકડ રકમ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હતા. ઈડર પોલીસે ઘટનાની જાણ થતા ડોગ સ્ક્વોડ બોલાવીને તપાસ શરુ કરી હતી. તસ્કરો જાણભેદુ હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઈડર PI પીએમ ચૌધરી અને તેમની ટીમે મોડસ ઓપરેન્ડી આધારે તેમજ સ્થળ પરથી કડીઓ મેળવવાનો પ્રયાસ કરી તસ્કરો સુધી પહોંચવા તજવીજ શરુ કરી છે. ઈડર DySP સ્મિત ગોહિલે પણ ઘટનાને લઈ સ્થળની મુલાકાત લઈ તસ્કરોને ઝડપી પાડવા માટે સૂચનાઓ કરી હતી.